US પ્રાઇવસી પોલિસી
(અગાઉની આવૃત્તિ)
યુરોપિયન ઇકોનોમિક એરિયા, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેનાર વ્યક્તિઓ માટે, તમે અમારી પ્રાઇવસી પોલિસીની આ આવૃત્તિ ને વાંચી શકો છો.
OpenAI ખાતે, અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ દરેકને લાભ આપે. અમે લોકોને શીખવામાં, સર્જન કરવામાં અને સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવા માટે ChatGPT જેવા ટૂલ્સ બનાવીએ છીએ. અમે OpenAI (અમારી સંલગ્ન સંસ્થા સાથે મળીને “OpenAI”, “અમે”, “અમારા” અથવા “અમને”) તમારી પ્રાઇવસીનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છીએ તથા તમારી પાસેથી અથવા તમારા વિશે મેળવેલી કોઈપણ માહિતીને સુરક્ષિત રાખવા માટે દૃઢતાપૂર્વક પ્રતિબદ્ધ છીએ. આ પ્રાઇવસી પોલિસી વર્ણન કરવામાં આવેલ છે કે જ્યારે તમે અમારી વેબસાઇટ, એપ્લિકેશન્સ અને સેવા (સામૂહિક રીતે, “સેવા”) નો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારી પાસેથી અથવા તમારા વિશે એકત્રિત કરેલા વ્યક્તિગત ડેટા સાથે અમારી પ્રથા અને તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.
આ પ્રાઇવસી પોલિસી એવા વિષય-સામગ્રી પર લાગુ પડતી નથી કે જેની પ્રક્રિયા અમે અમારા બિઝનેસ દ્વારા ઓફર કરાતા ગ્રાહકો વતી કરીએ છીએ, જેમ કે અમારા API. અમારા દ્વારા તે ડેટાનો ઉપયોગ અમારા ગ્રાહક સમજૂતી દ્વારા સંચાલિત થાય છે કે જે એવી ઓફરના પ્રવેશ અને ઉપયોગને આવરી લે છે.
ChatGPT અને અન્ય સેવાઓને સંચાલિત કરતા અમારા ભાષા મોડલ વિકસાવવા અમે તાલીમ માહિતી કેવી રીતે એકત્રિત અને ઉપયોગ કરી છીએ તથા તે માહિતીના સંદર્ભમાં તમારી પસંદગી વિશેની માહિતી માટે કૃપા કરી આ નીતિ તેમજ આ હેલ્પ સેન્ટર લેખ(નવી વિન્ડોમાં ખૂલે છે) જુઓ.
અમે નીચે પ્રમાણે તમારી સાથે સંકળાયેલ સંબંધિત વ્યક્તિગત ડેટા (“વ્યક્તિગત ડેટા”) એકત્રિત કરીએ છીએ:
તમે પૂરો પાડો છો તે વ્યક્તિગત ડેટા: જો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ બનાવો છો અથવા અમારી સાથે વાતચીત કરો છો તો અમે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ, જેમ કે નીચે પ્રમાણે છે:
- એકાઉન્ટ માહિતી: જ્યારે તમે અમારી સાથે એકાઉન્ટ બનાવો છો ત્યારે અમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી એકત્રિત કરીશું, જેમાં તમારું નામ, સંપર્ક માહિતી, એકાઉન્ટ ક્રિડેન્શિયલ, જન્મ તારીખ, ચુકવણીની માહિતી અને વ્યવહાર ઇતિહાસ (સામૂહિક રીતે, "એકાઉન્ટ માહિતી") વગેરેનો સમાવેશ થાય છે. અમારી કેટલીક સેવા તમને તમારી એકાઉન્ટ માહિતીના ભાગરૂપે પ્રોફાઇલ તસવીર,વપરાશકર્તાનું નામ અથવા અન્ય માહિતી અપલોડ કરવાની મંજૂરી આપી શકે છે.
- વપરાશકર્તા કન્ટેન્ટ: અમે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ જે તમે અમારી સેવાઓના ઇનપુટમાં પ્રદાન કરો છો (“કન્ટેન્ટ”), જેમાં તમારા પ્રોમ્પ્ટ અને તમે અપલોડ કરેલું અન્ય કન્ટેન્ટ, જેમ કે ફાઇલો(નવી વિન્ડોમાં ખૂલે છે), છબીઓ(નવી વિન્ડોમાં ખૂલે છે), ઓડિયો અને વિડિયો(નવી વિન્ડોમાં ખૂલે છે) અને તમે જે સુવિધાઓનો ઉપયોગ કરો છો તેના આધારે જોડાયેલ સેવાઓ(નવી વિન્ડોમાં ખૂલે છે)માંથી મેળવેલા ડેટાનો સમાવેશ થાય છે. અમારી કેટલીક સેવા તમને અન્ય વપરાશકર્તા સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે, જેમ કે પોસ્ટ કરવી, ટિપ્પણી કરવી અથવા સંદેશા મોકલવા અને અમે તે ક્રિયા-પ્રતિક્રિયાને પણ કન્ટેન્ટ તરીકે ગણીએ છીએ.
- સંદેશાવ્યવહારની માહિતી: જો તમે અમારી સાથે વાતચીત કરો છો, જેમ કે ઇમેઇલ અથવા અમારા સોશિયલ મીડિયા સાઇટ્સના પેજ પર તો અમે તમારો વ્યક્તિગત ડેટા, જેમ કે તમારું નામ, સંપર્ક માહિતી અને તમે મોકલેલા સંદેશાની વિષય-સામગ્રી ("સંદેશાવ્યવહાર માહિતી") એકત્રિત કરી શકીએ છીએ.
- સંપર્ક ડેટા: જો તમે તમારા ઉપકરણના સંપર્કોને જોડવાનું પસંદ કરો છો તો અમે તમારા ઉપકરણની એડ્રેસ બુકમાંથી માહિતી અપલોડ કરીએ છીએ અને તપાસીએ છીએ કે તમારા કયા સંપર્ક અમારી સેવાનો પણ ઉપયોગ કરે છે. જો તમારા કોઈપણ સંપર્કો હજુ અમારી સેવાનો ઉપયોગ કરતા નથી તો તેઓ ત્યારબાદથી અમારી સેવા માટે સાઇન અપ કરે ત્યારે અમે તમને અપડેટ કરશું. વધુ જાણો(નવી વિન્ડોમાં ખૂલે છે) તમારા સંપર્કોને કેવી રીતે જોડવા અને અમે અમારી સેવાનો ઉપયોગ ન કરતા લોકોની અપલોડ કરેલી સંપર્ક માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ(નવી વિન્ડોમાં ખૂલે છે) તે વિશે.
- તમે પૂરી પાડો છો તે અન્ય માહિતી: અમે અન્ય માહિતી એકત્રિત કરી છીએ જે તમે અમને પૂરી પાડો છો, જેમ કે જ્યારે તમે અમારા ઇવેન્ટ્સ અથવા સર્વેક્ષણોમાં ભાગ લો છો અથવા જ્યારે તમે અમને અથવા અમારા વતી કાર્યરત વિક્રેતાને તમારી ઓળખ અથવા ઉંમર સ્થાપિત કરવા માહિતી પૂરી પાડો છો (સામૂહિક રીતે “તમે પૂરી પાડો છો તે અન્ય માહિતી”).
સેવાના ઉપયોગથી અમને મળતા વ્યક્તિગત ડેટા: જ્યારે તમે સેાની મુલાકાત લો છો,તેનો ઉપયોગ કરો છો અથવા તો તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો ત્યારે અમને તમારી મુલાકાત, ઉપયોગ અથવા ક્રિયાપ્રતિક્રિયા વિશે નીચે પ્રમાણેની માહિતી મળે છે:
- લોગ ડેટા: જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે તમારું બ્રાઉઝર અથવા ઉપકરણ આપમેળે જે માહિતી મોકલે છે, તે માહિતી અમે એકત્રિત કરીએ છીએ. લોગ ડેટામાં તમારું ઇન્ટરનેટ પ્રોટોકોલ સરનામું, બ્રાઉઝરનો પ્રકાર અને સેટિંગ્સ, તમારી વિનંતીની તારીખ અને સમય, અને તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તે શામેલ છે.
- વપરાશ ડેટા: અમે સેવામાં તમારા ઉપયોગ અને પ્રવૃતિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે તમે જે પ્રકારના કન્ટેન્ટને જુઓ છો અથવા જોડાયેલા રહો છો, તમે જે સુવિધાનો ઉપયોગ કરો છો અને તમે જે કાર્યો કરો છો, જ્યારે તમે મોડલ પ્રતિભાવ માટે પ્રતિભાવ સબમિટ કરો છો ત્યારે, તમે જેમની સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરો છો તે લોકો, તેમજ તમારો સમય ઝોન, દેશ, ઍક્સેસની તારીખો અને સમય, વપરાશકર્તા એજન્ટ અને સંસ્કરણ, કોમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસનો પ્રકાર અને તમારું કોમ્પ્યુટર જોડાણ. Free(નવી વિન્ડોમાં ખૂલે છે) અને Go(નવી વિન્ડોમાં ખૂલે છે) વપરાશકર્તાઓ માટે, અમે તમારા જાહેરાત ઇતિહાસ અને રુચિ વિશે માહિતી પણ એકત્રિત કરીએ છીએ, જેમ કે તમે જે પ્રકારના જાહેરાત કન્ટેન્ટને જુઓ છો અથવા તેમાં સંલગ્ન થાઓ છો. જો તમે ઇન-ઍપ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો અમે તમારા નિયંત્રણો અને સેવાના ઉપયોગ મુજબ તમારા બ્રાઉઝરનો ડેટા પણ એકત્રિત કરી શકીએ છીએ.
- ઉપકરણની માહિતી: અમે સર્વિસીસને ઍક્સેસ કરવા માટે તમે જે ઉપકરણનો ઉપયોગ કરો છો તેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે ઉપકરણનું નામ, ઓપરેટિંગ સિસ્ટમ, ઉપકરણ આઇડેન્ટીફાયર્સ, અને તમે કયો બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો. એકત્રિત કરવામાં આવેલી માહિતી ઉપકરણના પ્રકાર અને તેના સેટિંગ્સ પર આધારિત છે કે જેનો તમે ઉપયોગ કરો છો.
- સ્થળ માહિતી: અમે સુરક્ષાના કારણોથી અને તમારા પ્રોડક્ટને લગતા અનુભવને વધુ સારા બનાવવા માટે જેમ કે અસામાન્ય લોગિન પ્રવૃત્તિની ઓળખ કરી તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા અથવા વધુ સચોટ જવાબો આપવા માટે આઈપી એડ્રેસ જેવી માહિતીના આધારે તમારા ઉપકરણ દ્વારા અમારી સેવાને કયા સામાન્ય વિસ્તારમાંથી ઍક્સેસ કરવામાં આવે છે તે નક્કી કરી છીએ. આ ઉપરાંત અમુક સેવા તમને તમારા ઉપકરણમાંથી વધુ ચોક્કસ સ્થાન સંબંધિત માહિતીને પસંદ કરવાની મંજૂરી આપે છે, જેમ કે તમારા ઉપકરણના જીપીએસમાંથી સ્થાન માહિતી.
- કૂકીઝ અને સમાન ટેક્નોલોજીસ: અમે સેવાનું સંચાલન અને વહિવટ કરવા તથા તમારા અનુભવને સુધારવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી છીએ. અમે આ નીતિમાં વર્ણન કરેલ કેટલીક માહિતીને કૂકીઝ વડે સંગ્રહિત કરીએ છીએ, ઉદાહરણ તરીકે જો તમે લોગ ઇન ન હોય તો સત્રો દરમિયાન તમારી પસંદગી જાળવી રાખવામાં મદદ કરવા માટે અથવા પ્રમાણિકરણ અને ગ્રાહક સહાયમાં મદદ કરવા માટે. અમારી કૂકીઝના ઉપયોગ વિશેની વિગતો માટે કૃપા કરી અમારી કૂકીને લગતી નોટિસ વાંચો.
અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતી: અમે અન્ય સ્ત્રોતોમાંથી માહિતી પ્રાપ્ત કરીએ છીએ, જેમ કે અમારા વિશ્વસનીય સુરક્ષા અને સલામતી ભાગીદારો પાસેથી કે જે સલામતીનું રક્ષણ કરવા અને છેતરપિંડી, દુરુપયોગ અને અન્ય જોખમોને અટકાવવા મદદ કરે છે અને માર્કેટિંગ વિક્રેતા પાસેથી કે જે અમને અમારી બિઝનેસ સેવાના સંભવિત ગ્રાહકો વિશે માહિતી આપે છે.
અમને જાહેરાતદાતાઓ અને અન્ય ડેટા ભાગીદારો પાસેથી માહિતી પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ અમે આ પોલિસીમાં વર્ણવેલા હેતુઓ માટે કરીએ છીએ, જેમાં અમારી સેવાઓની અસરકારકતાને માપવામાં અને સુધારવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે, જેમાં અમારી સેવાઓ પર Free અને Go વપરાશકર્તાઓને બતાવવામાં આવતી જાહેરાતોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, અમને આ જાહેરાતકર્તાઓ પાસેથી તમે કરેલી ખરીદીઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ.
અમે અમારી સેવાનું યોગ્ય સંચાલન કરનારા મોડેલ્સ વિકસાવવા અન્ય સ્ત્રોતો પૈકી પણ માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે ઇન્ટરનેટ પર જાહેર રીતે ઉપલબ્ધ હોય તેવી માહિતી. ChatGPT અને અન્ય સેવાઓને સંચાલિત કરતા મોડલ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાયેલા માહિતીના સ્ત્રોતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી આ સહાયતા કેન્દ્ર લેખ(નવી વિન્ડોમાં ખૂલે છે) જુઓ.
અમે નીચે દર્શાવેલા ઉદ્દેશો માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીએ છીએ:
- અમારી સેવાઓ પૂરી પાડવા, વિશ્લેષણ કરવા અને જાળવવા માટે, ઉદાહરણ તરીકે ChatGPT માટે તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે;
- અમારી સેવાને સુધારવા અને વિકસાવવા અને સંશોધન કરવા માટે, ઉદાહરણ તરીકે નવી સુવિધા વિકસાવવા;
- અમારી સેવામાં તમારા અનુભવને વ્યક્તિગત અને કસ્ટમાઇઝ કરવા માટે ઉદાહરણ તરીકે તમને વધુ સંબંધિત વિષય-સામગ્રી પૂરી પાડવા માટે;
- Free અને Go વપરાશકર્તાઓ માટે, અમારી સેવાઓ પર તમે જુઓ છો એવી જાહેરાતોને વ્યક્તિગત બનાવવા (તમારી સેટિંગ્સને આધીન), અને અમારી સેવાઓ પર દર્શાવવામાં આવેલી જાહેરાતોની અસરકારકતાને માપવા માટે. અમારી સેવાઓ પરની જાહેરાતો વિશે વધુ જાણો(નવી વિન્ડોમાં ખૂલે છે);
- અમારી સેવાઓ અને ઇવેન્ટ્સ વિષેની માહિતી તમને મોકલવા સહિત તમારા પ્રશ્નોના જવાબ આપવા સહિત, તમારી સાથે વાતચીત કરવા માટે, ઉદાહરણ તરીકે સેવાઓમાં ફેરફારો કે સુધારા વિષે;
- તમારા પસંદગી અને નિયંત્રણોને ધ્યાનમાં રાખીને, સીધા માર્કેટિંગ અને ત્રીજા પક્ષની પ્રોપર્ટીઝ પર અમારા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવા અને તે પ્રયાસોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે (વધુ જાણો(નવી વિન્ડોમાં ખૂલે છે));
- જ્યારે તમે તમારા સંપર્કોને જોડવાનું પસંદ કરો છો ત્યારે અમારી સેવાનો ઉપયોગ કરતા તમારા સંપર્કોને ઓળખો અને જો તેઓ પછીથી અમારી સેવામાં જોડાય છે તો અમે તમને અપડેટ કરીશું;
- છેતરપિંડી, ગેરકાયદે પ્રવૃત્તિ અથવા અમારી સેવાના દુરુપયોગને અટકાવવા અને અમારી સિસ્ટમો અને સેવાની સુરક્ષાનું રક્ષણ કરવા માટે, જેમાં અમારા પ્લેટફોર્મ્સ પર સબમિટ કરાયેલ અથવા વિનિમય કરાયેલ કોઈપણ કન્ટેન્ટનું મોનિટરિંગ કરીને પણ (અહીંવધારે જાણકારી મેળવો); અને
- કાયદાકીય જવાબદારીનું પાલન કરવા અને અમારા વપરાશકર્તા, OpenAI, અથવા ત્રીજા પક્ષકારોના અધિકારો, ગોપનીયતા, સલામતી, અથવા મિલકતનું રક્ષણ કરવા માટે ઉદાહરણ તરીકે, તમને અથવા અન્યને નુકસાન થતું અટકાવવા માટે અથવા તમને વય-યોગ્ય અનુભવ આપવા માટે તમારી ઉંમરનો અંદાજ લગાવવા માટે.
અમે વ્યક્તિગત ડેટાને એકત્રિત અથવા બિન-ઓળખાય તે રીતે બનાવી શકીએ છીએ જેથી તે તમારી ઓળખ જાહેર ન કરી શકે અને ઉપરોક્ત ઉદ્દેશ્યો માટે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે અમારી સેવા કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે વિશ્લેષણ કરવા, સુધારવા અને તેમાં વિશેષતા ઉમેરવા અને સંશોધન કરવા. અમે ઓળખને દૂર કરેલી માહિતીને ઓળખ દૂર કરેલા સ્વરૂપમાં જ જાળવીશું અને તેનો તે રીતે જ ઉપયોગ કરીશું અને કાયદા દ્વારા જરૂરી ન હોય ત્યાં સુધી માહિતીની ઓળખ ફરીથી મેળવવાનો પ્રયત્ન કરીશું નહીં.
ઉપર જણાવ્યા પ્રમાણે અમે અમારી સેવાને સુધારવા માટે તમે અમને પૂરી પાડેલી કન્ટેન્ટનો ઉપયોગ કરી શકી છીએ, ઉદાહરણ તરીકે ChatGPT ને સંચાલિત કરતા મોડેલ્સને તાલીમ આપવા. તમે અમારા મોડલ્સને તાલીમ આપવા માટે તમારા કન્ટેન્ટના ઉપયોગને કેવી રીતે ઓપ્ટ આઉટ કરી શકો છો તે વિશે અમારી સૂચનાઓ(નવી વિન્ડોમાં ખૂલે છે) વાંચો.
અમે નીચેના સંજોગોમાં તમારો વ્યક્તિગત ડેટા જાહેર કરીએ છીએ:
- વેન્ડર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને માર્કેટિંગ ભાગીદારો: અમારી બિઝનેસ કામગીરીની જરૂરિયાતોને પહોંચી વળવા અને ચોક્કસ સેવાઓ અને કાર્યો કરવા માટે, અમે વેન્ડર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને માર્કેટિંગ ભાગીદારોને વ્યક્તિગત ડેટા જાહેર કરીએ છીએ. જેમાં હોસ્ટિંગ સર્વિસિસ, કસ્ટમર સર્વિસ વેન્ડર્સ, ક્લાઉડ સર્વિસિસ, કન્ટેન્ટ ડિલિવરી સર્વિસિસ, સપોર્ટ અને સેફ્ટી સર્વિસિસ, ઈમેલ કોમ્યુનિકેશન સોફ્ટવેર, વેબ એનાલિટિક્સ સર્વિસિસ, પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન પ્રોસેસર્સ, સર્ચ અને શોપિંગ પ્રોવાઇડર્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોવાઇડર્સનો સમાવેશ થાય છે. અમે ઉંમર અને ઓળખની ચકાસણીમાં અમારી મદદ કરતા સર્વિસ પ્રોવાઇડર્સ સાથે પણ કામ કરીએ છીએ અને તમે વધુ જાણકારી અહીં(નવી વિન્ડોમાં ખૂલે છે) મેળવી શકો છો. જ્યારે અમે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે કામ કરીએ છીએ, ત્યારે આ પક્ષો અમારી સૂચનાઓના આધારે અને માત્ર તેમની ફરજો બજાવવા દરમિયાન જ તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ, પ્રોસેસ અથવા સંગ્રહિત કરશે. અમે તૃતીય-પક્ષ પ્રોપર્ટીઓ પર અમારાં ઉત્પાદનો અને સેવાઓના પ્રચાર માટે અને તે પ્રયાસોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં મદદ મેળવવા માટે, જેઓ સર્વિસ પ્રોવાઇડર્સ ન હોય તેવા માર્કેટિંગ ભાગીદારો સાથે પણ મર્યાદિત માહિતી શેર કરીએ છીએ. આમાંથી કેટલાક ભાગીદારો કૂકીઝ અને તેના જેવી ટેકનોલોજીઓ દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ પદ્ધતિઓ અને તમારા માટે ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાણકારી અહીં(નવી વિન્ડોમાં ખૂલે છે) મેળવો.
- બિઝનેસ ટ્રાન્સફર: જો અમે વ્યૂહાત્મક વ્યવહારો, પુનઃગઠન, નાદારી, રિસિવરશીપ, અથવા અન્ય પ્રદાતાને સેવા ટ્રાન્ઝિટ કરવામાં (સામૂહિક રીતે, "ટ્રાન્ઝેક્શન") સામેલ હોઈએ તો તમારા વ્યક્તિગત ડેટા ટ્રાન્ઝેક્શનમાં મદદ કરનારા પ્રતિપક્ષો અને અન્ય પક્ષો સાથેની ખંતપૂર્વકની પ્રક્રિયામાં જાહેર કરી શકાય છે અને તે ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે અનુગામી અથવા સંલગ્નને અન્ય મિલકતો સાથે ટ્રાન્સફર કરી શકાય છે.
- સરકારી સત્તાવાળાઓ અથવા અન્ય ત્રીા પક્ષો: અમે તમારા વ્યક્તિગત ડેટાને, જેમાં અમારી સેવાઓ સાથેની તમારી વાર્તાલાપ વિશેની માહિતીનો સમાવેશ થાય છે, કાયદાનું પાલન કરવા માટે સરકારી સત્તાવાળાઓ, ઉદ્યોગના સાથીદારો અથવા અન્ય ત્રીજા પક્ષો સાથે શેર કરી શકીએ છીએ (i) જો કાનૂની જવાબદારીનું પાલન કરવા માટે આવું કરવું જરૂરી હોય અથવા સદ્ભાવનાની માન્યતામાં કે આવી ક્રિયા કાનૂની જવાબદારીનું પાલન કરવા માટે જરૂરી છે (ii) અમારા અધિકારો અથવા મિલકતનું રક્ષણ કરવા અને બચાવ કરવા માટે (iii) જો અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી નક્કી કરીએ કે અમારી શરતો, નીતિઓ, અથવા કાયદાનું ઉલ્લંઘન થયું છે; (iv) છેતરપિંડી અથવા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ શોધવા અથવા અટકાવવા; (v) અમારા ઉત્પાદનો, કર્મચારીઓ, વપરાશકર્તાઓ અથવા જાહેર જનતાની સલામતી, સુરક્ષા અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે, અથવા (vi) કાનૂની જવાબદારી સામે રક્ષણ આપવા માટે.
- સંલગ્ન સંસ્થાઓ: અમે વ્યક્તિગત ડેટા અમારી સંલગ્ન સંસ્થાઓને જાહેર કરીએ છીએ, જેનો અર્થ એ છે કે OpenAIનું નિયંત્રણ કરનારી, OpenAI દ્વારા નિયંત્રિત અથવા OpenAI સાથે સામાન્ય નિયંત્રણ હેઠળની સંસ્થા. અમારા સંલગ્નો આ નીતિ સાથે સુસંગત રીતે આ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકે છે.
- બિઝનેસ અકાઉન્ટ સંચાલકો: જ્યારે તમે ChatGPT Enterprise અથવા બિઝનેસ અકાઉન્ટમાં જોડાઓ છો ત્યારે તે અકાઉન્ટના સંચાલકો તમારા OpenAI એકાઉન્ટને ઍક્સેસ અને નિયંત્રિત કરી શકે છે, જેમાં તેઓ તમારા વિષય-સામગ્રીને ઍક્સેસ કરી શકે છે. વધુમાં જો તમે તમારા નોકરી દાતા અથવા અન્ય સંસ્થાના ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવો છો તો અમે તમારા નોકરી દાતા અથવા સંસ્થા સાથે તમે એકાઉન્ટ ધરાવતા હોવાની હકીકત અને તે એકાઉન્ટની અમુક માહિતી, જેમ કે તમારું ઇમેઇલ એડ્રેસ, શેર કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે તમને તેમના બિઝનેસ એકાઉન્ટમાં ઉમેરવા માટે સક્ષમ બનાવવા.
- કિશોરના માતા-પિતા અથવા વાલી: કિશોર વપરાશકર્તા અને તેમના માતા-પિતા અથવા વાલી તેમના એકાઉન્ટ્સને લિંક કરવાનું પસંદ કરી શકે છે, જેથી માતા-પિતા અથવા વાલી ચોક્કસ સેટિંગ્સ મેનેજ કરી શકે, અને જો અમે ગંભીર સુરક્ષા ચિંતા શોધીએ તો તેઓને એલર્ટ્સ મળી શકે. આ એકાઉન્ટ્સને કોઈપણ સમયે અનલિંક કરી શકાય છે. વધુ જાણકારી મેળવો(નવી વિન્ડોમાં ખૂલે છે) એકાઉન્ટ લિંકિંગ વિશે.
- અન્ય વપરાશકર્તા અને તૃતીય પક્ષો સાથે તમારી ક્રિયા-પ્રતિક્રિયા અથવા માહિતી શેર કરવી: અમુક સેવાઓ તમને અન્ય વપરાશકર્તાઓ અથવા તૃતીય પક્ષો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવા અથવા માહિતી શેર કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, તમે ChatGPT વાર્તાલાપો(નવી વિન્ડોમાં ખૂલે છે) જેવા સામગ્રી શેર કરી શકો છો અથવા તૃતીય-પક્ષ શોધ(નવી વિન્ડોમાં ખૂલે છે) અને ખરીદી(નવી વિન્ડોમાં ખૂલે છે) ભાગીદારો સાથે માહિતી શેર કરી શકો છો. તમે તૃતીય પક્ષ ભાગીદારો સાથે જે માહિતી શેર કરો છો તે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી દ્વારા સંચાલિત થાય છે અને તેમની સાથે માહિતી શેર કરતા પહેલાં તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તે શરતો અને પોલિસીને સમજો છો.
અમે વ્યક્તિગત ડેટાને એકત્રિત અથવા બિન-ઓળખાય તે રીતે પણ બનાવી શકીએ છીએ જેથી તે હવે તમારી ઓળખ ન કરે અને તેને ઉપર વર્ણવેલ હેતુઓ માટે જેમ કે અમારી સેવા સુધારવામાં મદદ કરવા માટે, ત્રીજો પક્ષો સાથે શેર કરીએ છીએ.
અમે તમારા વ્યક્તિગત ડેટા ત્યા સુધી જ જાળવી રાખીશું કે જ્યા સુધી અમને તમને અમારી સેવાઓ પૂરી પાડવા માટે જરૂર છે અથવા અન્ય કાયદેસર બિઝનેસ હેતુ માટે જેમ કે વિવાદો ઉકેલવા, સલામતી અને સુરક્ષાના કારણો, અથવા અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે. અમે વ્યક્તિગત ડેટા કેટલો સમય જાળવી રાખીએ છીએ તે ડેટાના પ્રકાર તેનો ઉપયોગ કેવી રીતે કરી છીએ અને ઘણા કિસ્સામાં તમારા સેટિંગ્સ પર આધારિત છે:
- તમે ડિલીટ કરો ત્યાં સુધી અમારા દ્વારા જાળવી રાખવામાં આવતી માહિતી: અમારી કેટલીક સેવા તમને તમારા એકાઉન્ટમાં સંગ્રહિત વ્યક્તિગત ડેટા ડિલીટ કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, તમે તમારા ChatGPT વાર્તાલાપમાંથી ચોક્કસ અથવા બધા વાર્તાલાપ ડિલીટ કરી શકો છો, ચોક્કસ યાદો(નવી વિન્ડોમાં ખૂલે છે) ડિલીટ કરી શકો છો અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. એકવાર તમે વ્યક્તિગત ડેટા ડિલીટ કરવાનું પસંદ કરો એટલે અમે તેને અમારી સિસ્ટમમાંથી 30 દિવસની અંદર દૂર કરીશું, સિવાય કે અમારે તેને નીચે વર્ણવ્યા મુજબ વધુ સમય માટે જાળવી રાખવાની જરૂર હોય અથવા જ્યારે તમે અમને તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરીને અમારા મોડલને સુધારવા(નવી વિન્ડોમાં ખૂલે છે) માટે મંજૂરી આપો ત્યારે તે પહેલાંથી જ અજ્ઞાત બનાવવામાં આવ્યું હોય અને તમારા એકાઉન્ટથી અલગ કરવામાં આવ્યું હોય.
- અમે આપમેળે ડિલીટ કરીશું તેવી માહિતી: કેટલાક કિસ્સામાં, વ્યક્તિગત ડેટા આપમેળે ડિલીટ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, અસ્થાયી ચૅટ્સ(નવી વિન્ડોમાં ખૂલે છે) 30 દિવસની અંદર આપમેળે ડિલીટ કરવામાં આવશે (નીચે વધુ વર્ણવ્યું છે તે મુજબ, જ્યાં સુધી સુરક્ષા અથવા કાનૂની કારણોસર અમારે તેને જાળવી રાખવાની જરૂર ન હોય).
- કાયદેસર સુરક્ષા, સલામતી અથવા કાનૂની કારણોસર અમે વધુ સમય માટે જાળવી રાખીએ તેવી માહિતી: કેટલાક કિસ્સામાં, તમે તેને કાઢી નાખ્યા પછી પણ અમારે વ્યક્તિગત ડેટા વધુ સમય માટે જાળવી રાખવાની જરૂર પડે છે, ઉદાહરણ તરીકે, કારણ કે અમારે કાનૂની રીતે આવું કરવું જરૂરી છે, છેતરપિંડી અને દુરુપયોગને સંબોધવા માટે, સુરક્ષા કારણોસર, અથવા નાણાકીય રેકોર્ડ-કીપિંગ હેતુઓ માટે. ઉદાહરણ તરીકે:
- જો ચોક્કસ કન્ટેન્ટ અથવા તમારું એકાઉન્ટ, અમારી ઉપયોગ નીતિના ઉલ્લંઘનને કારણે પ્રતિબંધિત થાય તો અમે છેતરપિંડી, દુરુપયોગ, અથવા અમારી નીતિના અન્ય ઉલ્લંઘનોથી અમારી સેવાને સુરક્ષિત રાખવા માટે તે ડેટા જાળવી રાખી શકીએ છીએ;
- જો અમને કાનૂની રીતે તમારો ડેટા જાળવી રાખવો જરૂરી હોય (ઉદાહરણ તરીકે અમને કાનૂની સબપોઇના પ્રાપ્ત થાય) તો અમે સંબંધિત કાનૂની અથવા નિયમનકારી જવાબદારીની અવધિ માટે તેને જાળવી રાખી શકીએ છીએ;
- જ્યારે અમે નાણાકીય વ્યવહારમાં પક્ષકાર હોઈએ છીએ (ઉદાહરણ તરીકે, જ્યારે અમે ChatGPT Plus અથવા પ્રો એકાઉન્ટ માટે તમારી ચુકવણી પ્રોસેસ કરીએ છીએ, અથવા ChatGPT પર ખરીદી સુગમ બનાવીએ છીએ) ત્યારે અમે અમારા હિસાબી, વિવાદ નિવારણ, અને નિયમનકારી પાલન હેતુ માટે ચુકવણી અને વ્યવહાર સંબંધિત માહિતી જાળવી રાખી શકીએ છીએ;
- જ્યારે તમે અમને તમારો વ્યક્તિગત ડેટા કાઢી નાખવા માટે કહો છો ત્યારે અમે વિનંતીનું પાલન કર્યું છે તે ચકાસી શકીએ તે માટે કાઢી નાખવાની વિનંતીનો ઑડિટ રેકોર્ડ જાળવી રાખીએ છીએ.
આ જાળવણી સમયગાળા નક્કી કરતી વખતે અમે કેટલાક પરિબળો ધ્યાનમાં લઈએ છીએ, જેમ કે:
- વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરવાનો અમારો હેતુ (જેમ કે શું અમારે અમારી સેવા પૂરી પાડવા માટે તેને જાળવી રાખવાની જરૂર છે);
- માહિતીના પ્રમાણ પ્રકૃતિ અને સંવેદનશીલતા;
- અનધિકૃત ઉપયોગ અથવા જાહેર કરવાથી નુકસાન થવાનું સંભવિત જોખમ હોય;
- કોઈપણ કાનૂની આવશ્યકતા કે જેના માટે અમે જવાબદાર છીએ.
અમારી સેવા તમને તમારા વ્યક્તિગત ડેટા અને તેનો ઉપયોગ તથા તેની જાળવણી કેવી રીતે થાય છે તે અંગે અનેક નિયંત્રણો પૂરા પાડે છે. તમે હંમેશા તમારા એકાઉન્ટમાં આ સેટિંગ્સ બદલી શકો છો. આ પૈકી નીચેના નિયંત્રણોનો સમાવેશ થાય છે:
- તમે સરળતાપૂર્વક પસંદ કરી શકો છો કે તમારા કન્ટેન્ટનો ઉપયોગ અમારા મોડલ્સને સુધારવા તથા તાલીમ આપવા માટે થઈ શકે છે કે નહીં(નવી વિન્ડોમાં ખૂલે છે).
- તમે એ બાબત નક્કી કરી શકો છો કે સામગ્રીને વધારે વ્યક્તિગત અને સંબંધિત બનાવવા અમે ચેટ્સ વચ્ચે વિગતો યાદ રાખીશું કે નહીં.
- તમે તમારા એકાઉન્ટના ડેટા નિયંત્રણોમાં તમારો ChatGPT ઇતિહાસ અને ડેટા નિકાસ કરી શકો છો(નવી વિન્ડોમાં ખૂલે છે).
- તમે ChatGPTમાં ચૅટને ડિલીટ કરી શકો છો અથવા આર્કાઇવ કરી શકો છો અથવા સંપૂર્ણપણે તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો(નવી વિન્ડોમાં ખૂલે છે).
- જો તમે ChatGPTમાં ટેમ્પરરી ચૅટ(નવી વિન્ડોમાં ખૂલે છે) સક્રિય કરો છો, તો ChatGPT સાથેના વાર્તાલાપો તમારા ઇતિહાસમાં દેખાશે નહીં અને OpenAI મોડલ્સને સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
- લાગુ થવાપાત્ર કાયદાના આધારે તમે અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે કઈ કૂકીઝનો ઉપયોગ કરવો તે પસંદ કરી શકો છો.
- Free અને Go વપરાશકર્તાઓ માટે, અમારી સેવાઓ પર અમે તમને જે જાહેરાતો બતાવીએ છીએ તેને વ્યક્તિગત બનાવવા માટે અમે કયા ડેટાનો ઉપયોગ કરીએ છીએ તે નિયંત્રિત કરવા તમે તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં રહેલા જાહેરાત નિયંત્રણોનો ઉપયોગ કરી શકો છો.
- તમે તે કોમ્યુનિકેશનમાં આપવામાં આવેલા વિકલ્પોનો યોગ્ય ઉપયોગ કરી અમારી તરફથી તમને પ્રાપ્ત થતા માર્કેટિંગ કોમ્યુનિકેશનમાંથી અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો.
તમે ડેટા નિયંત્રણો વિશે વધુ માહિતી અહીં(નવી વિન્ડોમાં ખૂલે છે) અને privacy.openai.com(નવી વિન્ડોમાં ખૂલે છે) ની મુલાકાત લઈને મેળવી શકો છો.
તમે ક્યાં રહો છો તેના આધાર પર તમારો વ્યક્તિગત ડેટાના સંબંધમાં તમારી પાસે કેટલાક કાયદાકીય અધિકારો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે તમને આ અધિકાર હોઈ શકે છે:
- તમારો વ્યક્તિગત ડેટા અને તેની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેને લગતી માહિતીનો ઍક્સેસ મેળવો.
- તમારા વ્યક્તિગત ડેટામાં સુધારો કરો અથવા અપડેટ કરો
- અમારા રેકોર્ડમાંથી તમારો વ્યક્તિગત ડેટા કાઢી નાખો.
- અમે તમારા વ્યક્તિગત ડેટા પર કેવી રીતે પ્રક્રિયા કરી છીએ તે પ્રતિબંધિત કરો.
- તમારો વ્યક્તિગત ડેટા ત્રીજા પક્ષને ટ્રાન્સફર કરો (ડેટા પોર્ટેબિલિટીનો અધિકાર).
- તમારી સંમતિ પાછી ખેંચો—જ્યાં અમે પ્રક્રિયા માટે કાયદાના આધાર તરીકે સંમતિ પર આધાર રાખી છીએ.
- તમારા સ્થાનિક ડેટા પ્રોટેક્શન ઓથોરિટી સમક્ષ ફરિયાદ નોંધાવો.
તમે આમાંથી કેટલાક અધિકારોનો ઉપયોગ તમારા OpenAI એકાઉન્ટમાં ડેટા કંટ્રોલ્સ વિભાગમાં વર્ણન કરેલા સાધનોનો ઉપયોગ કરીને કરી શકો છો, અથવા તમે તમારી વિનંતી privacy.openai.com(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા dsar@openai.com પર સબમિટ કરી શકો છો. તમે dpo@openai.com પર અમારા ડેટા પ્રોટેક્શન ઓફિસરનો પણ સંપર્ક કરી શકો છો.
ચોકસાઈ વિશેની એક નોંધ: ChatGPT જેવી સેવાઓ વપરાશકર્તાની વિનંતી વાંચીને પ્રતિભાવો બનાવે છે અને તેના પ્રતિભાવમાં, આગળના સૌથી સંભવિત શબ્દોની આગાહી કરે છે. કેટલાક કિસ્સામાં આગળ દેખાઈ શકે તેવા શબ્દો સૌથી વધુ વાસ્તવિક રીતે સચોટ ન પણ હોઈ શકે. આ કારણે, તમારે અમારા મૉડલ્સના આઉટપુટની તથ્ય આધારિત ચોકસાઈ પર આધાર રાખવો જોઈએ નહીં. જો તમે એ બાબતને ધ્યાનમાં લો કે ChatGPTના આઉટપુટમાં તમારા વિશે તથ્યાત્મક રીતે બિનચોક્સાઈપૂર્વકની માહિતી છે અને તમે તે માહિતી સુધારવા અથવા દૂર કરવા માંગતા હોય તો તમે આ વિનંતીઓ privacy.openai.com(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા dsar@openai.com પર સબમિટ કરી શકો છો. અમે તમારી વિનંતી પર લાગુ કાયદા અને અમારા મોડેલોની તકનીકી ક્ષમતાઓના આધારે વિચારણા કરીશું.
અમારા મોડેલ્સને તાલીમ આપવા માટે ઇન્ટરનેટમાંથી અમે એકત્રિત કરેલા ડેટાના સંદર્ભમાં તમારા અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી માટે કૃપા કરી આ સહાયતા કેન્દ્ર લેખ(નવી વિન્ડોમાં ખૂલે છે) જુઓ.
OpenAI આ નીતિમાં વર્ણવેલા હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા વિવિધ ન્યાયક્ષેત્રોમાં સ્થિત સર્વર્સ પર કરે છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં અમારી સુવિધાઓ અને સર્વર્સમાં અથવા જ્યાં અમારા અનુસંગિકો, ભાગીદારો, વેન્ડર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ સ્થિત હોય તેવા દેશો કે પ્રદેશોમાં તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા અને સંગ્રહનો સમાવેશ થાય છે. દરેક દેશમાં ડેટાની સુરક્ષાને લગતા કાયદા અલગ-અલગ હોય છે ત્યારે અમે તમારા વ્યક્તિગત ડેટા પર ક્યાં પ્રક્રિયા કરવામાં આવે છે તેને ધ્યાનમાં લીધા વગર આ નીતિમાં વર્ણન કરવામાં આવ્યા પ્રમાણે સુરક્ષા લાગુ કરી છીએ અને એવા ડેટા જ ટ્રાન્સફર કરીએ છીએ કે જે કાયદેસર રીતે માન્ય ટ્રાન્સફર વ્યવસ્થાને પ્રમાણે હોય છે.
અમારી સેવા 13 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે દર્શાવેલ નથી અને તેમનો હેતુ નથી. અમે જાણતા નથી કે 13 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો પાસેથી વ્યક્તિગત ડેટા એકત્રિત કરતા નથી. જો તમારી પાસે એવું માનવા માટે કોઈ કારણ હોય કે 13 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકે આ સેવા મારફત OpenAI ને વ્યક્તિગત ડેટા આપ્યો છે તો કૃપા કરી અમને privacy@openai.com પર ઇમેઇલ કરો. અમે કોઈપણ નોટિફિકેશનની તપાસ કરશું અને જો યોગ્ય જણાય તો અમારી સિસ્ટમમાંથી વ્યક્તિગત ડેટાને દૂર કરી નાખશું. 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાએ અમારી સેવાનો ઉપયોગ કરવા માટે તેમના માતાપિતા અથવા વાલીની પરવાનગી મેળવવી ખૂબ જરૂરી છે. વધુ જાણકારી(નવી વિન્ડોમાં ખૂલે છે) મેળવો કે કિશોરો અને માતા-પિતા અથવા વાલી તેમના એકાઉન્ટ્સને લિંક કરવાનું કેવી રીતે પસંદ કરી શકે તે વિશે.
અમે વ્યક્તિગત ડેટાને ગુમાવવાથી, દુરુપયોગથી અને બિનઅધિકૃત ઍક્સેસ, જાહેર કરવું, ફેરફાર અથવા નાશ થવાથી સુરક્ષિત રાખવા માટે વ્યાપારી રીતે વાજબી ટેકનિકલ, વહીવટી અને સંસ્થાકીય પગલાં અમલમાં મૂકીએ છીએ. અલબત કોઈપણ ઈન્ટરનેટ અથવા ઈમેલ ટ્રાન્સમિશન ક્યારેય સંપૂર્ણપણે સુરક્ષિત અથવા ખામીથી મુક્ત નથી. માટે સર્વિસીસને તમે કઈ માહિતી પૂરી પાડો છો તે નક્કી કરતી વખતે તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત અમે સેવા અથવા ત્રીજા પક્ષની વેબસાઇટ પર સમાવેશ ધરાવતી ગુપ્ત સેટિંગ્સ અથવા સુરક્ષા પગલાંની છેતરપિંડી માટે જવાબદાર ધરાવતા નથી.
કેટલાક યુ.એસ. રાજ્યના ગોપનીયતા કાયદા(નવી વિન્ડોમાં ખૂલે છે) મુજબ ચોક્કસ માહિતી જાહેર કરવી જરૂરી છે. નીચેના કોષ્ટકમાં અમે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ તેની શ્રેણીઓ અને તે માહિતીનો ઉપયોગ અને જાહેર કરવાની રીત વિશે વધારાની માહિતી આપવામાં આવે છે. તમે ઉપર “Personal Data we collect” માં અમે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ અને અમે તેને ક્યાંથી એકત્રિત કરીએ છીએ તે વિશે, ઉપર “How we use Personal Data” માં અમે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે, ઉપર “Disclosure of Personal Data” માં અમે વ્યક્તિગત ડેટા ક્યારે જાહેર કરીએ છીએ તે વિશે અને ઉપર “Retention” માં અમે વ્યક્તિગત ડેટાને કેવી રીતે જાળવી રાખીએ છીએ તે વિશે વધુ વાંચી શકો છો. અમે તમારા વિશે વિશેષતાઓનો અંદાજ કાઢવાના હેતુ માટે સંવેદનશીલ ડેટાની પ્રક્રિયા કરતા નથી.
વ્યક્તિગત ડેટા કેટેગરી | વ્યક્તિગત ડેટાનો ઉપયોગ | વ્યક્તિગત ડેટા જાહેર કરવો |
અમે ઉપર વર્ણન કર્યાં મુજબ નીચેની માહિતી એકત્રિત કરીએ છીએ:
| અમે ઉપરોક્ત વર્ણન કર્યાં મુજબ નીચેના હેતુઓ માટે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ:
| અમે ઉપર વર્ણન કર્યાં મુજબ નીચેના સંજોગોમાં આ માહિતી જાહેર કરી શકીએ છીએ:
|
તમારા નાપસંદ કરવાના અધિકારો. અમે વ્યક્તિગત ડેટાનું “વેચાણ” કરતા નથી. તમારી પસંદગીઓના આધારે, અમે ત્રીજા પક્ષની પ્રોપર્ટીઝ પર તમને અમારી ઉત્પાદનો અને સેવાઓનો પ્રચાર કરવા માટે ચોક્કસ માર્કેટિંગ ભાગીદારો સાથે મર્યાદિત ડેટા શેર કરી શકીએ છીએ.
આને ચોક્કસ રાજ્યના ગોપનીયતા કાયદાઓ હેઠળ “લક્ષિત જાહેરાત” અથવા “પરસ્પર-સંદર્ભિત વર્તનલક્ષી જાહેરાત” માટે શેર કરવું તરીકે ઓળખવામાં આવે છે. તમે તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં રહેલા માર્કેટિંગ ગોપનીયતા નિયંત્રણનો ઉપયોગ કરીને નાપસંદ કરી શકો છો. જો તમે લૉગ ઇન ન થયા હોવ, તો તમે ChatGPT પર સેટિંગ્સ > ડેટા કન્ટ્રોલ્સમાં જઈને અથવા અમારી વેબસાઇટ પર તમારા ગોપનીયતા વિકલ્પો લિંક નો ઉપયોગ કરીને નાપસંદ કરી શકો છો. તમે Global Privacy Control જેવી કાયદેસર રીતે માન્ય નાપસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને પણ નાપસંદ કરી શકો છો. તમે આ હેતુઓ માટે અમે ઉપયોગ કરીએ છીએ અને શેર કરીએ છીએ તે ડેટાના પ્રકારો અને અમે તમને ઑફર કરીએ છીએ તે નિયંત્રણો વિશે વધુ જાણી શકો છો અહીં(નવી વિન્ડોમાં ખૂલે છે). અમે જાણીએ છીએ કે 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે અમે આ પ્રવૃત્તિઓમાં સામેલ થતા નથી.
તમારા અન્ય અધિકારો. તમે ક્યાં રહો છો તેના આધારે અને લાગુ થતા અપવાદોને આધીન તમારા વ્યક્તિગત ડેટાના સંબંધમાં નીચે પ્રમાણે ગોપનીયતા અધિકારો હોઈ શકે છે:
- મોટા ભાગે પોર્ટેબલ ફોર્મેટમાં તમારો વ્યક્તિગત ડેટા એક્સેસ કરવાના અધિકાર સહિત તમારા વ્યક્તિગત ડેટા પર અમારા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા વિષેની માહિતી જાણવાનો અધિકાર;
- તમારા વ્યક્તિગત ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરવાનો તમારો અધિકાર;
- તમારા વ્યક્તિગત ડેટાને સુધારવાનો અધિકાર; અને
તમારા ગોપનીયતાને લગતા અધિકારોના ઉપયોગ સંબંધિત પ્રતિશોધની ભાવનાથી મુક્ત રહેવાનો તમારો અધિકાર. અમારા કેલિફોર્નિયાના ગોપનીયતાને લગતા અધિકારોની રિપોર્ટિંગની સમીક્ષા અહીં કરો.
ચકાસણી. તમારા વ્યક્તિગત ડેટાને અનધિકૃત ઍક્સેસ કરવા, ફેરફાર અથવા કાઢી નાખવાથી બચાવવા માટે અમે તમને વ્યક્તિગત ડેટાને જાણવાની, સુધારવાની અથવા કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો તે અગાઉ તમારા ક્રિડેન્શિયલ તપાસ કરવા માટે કહી શકીએ છીએ. જો તમે અમારી સાથે એકાઉન્ટ ધરાવતા ન હોવ અથવા જો અમને છેતરપિંડીવાળી કે ખોટા ઈરાદાવાળી પ્રવૃત્તિની શંકા થાય તો અમે ચકાસણી માટે તમને વધારાના વ્યક્તિગત ડેટા આપવાનું કહી શકીએ છીએ. જો અમે તમારી ઓળખ ચકાસી શકતા નથી તો અમે તમારી વિનંતીને માન આપી શકીશું નહીં.
અધિકૃત એજન્ટો. તમે જ્યાં રહેતા હોય તે આધારે તમે અધિકૃત એજન્ટ દ્વારા પણ અધિકારોને લઈ વિનંતી સબમિટ કરી શકો છો. જો તમે આમ કરો છો તો એજન્ટે તમારા વતી કાર્ય કરવા માટે સહી કરેલી લેખિત પરવાનગી રજૂ કરવી જરૂરી છે, અને તમને પણ સ્વતંત્ર રીતે અમારી સાથે તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે. અધિકૃત એજન્ટની વિનંતી dsar@openai.com પર સબમિટ કરો.
અપીલ. તમે ક્યાં રહો છો તેના આધારે તમને તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટેની વિનંતી સંબંધિત અમે જે નિર્ણય લઈએ છીએ તેના વિરુદ્ધ અપીલ કરવાનો અધિકાર હોઈ શકે છે. કોઈ નિર્ણયની વિરુદ્ધ અપીલ કરવા માટે કૃપા કરી તમારી વિનંતી dsar@openai.com પર મોકલશો.
અમે સમયાંતરે આ નીતિને અપડેટ કરી શકીએ છીએ. જયારે અમે આ પ્રમાણે કરીશું ત્યારે અમે અપડેટ કરેલી આવૃત્તિ અને અમલની તારીખ આ પેજ પર પ્રકાશિત કરીશું, અલબત અમલી થવા યોગ્ય કાયદા પ્રમાણે અન્ય પ્રકારની નોટિસને લઈ આ જરૂરી છે.
જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) અથવા સ્વિટ્ઝર્લેન્ડમાં રહો છો તો OpenAI Ireland Limited, તેની નોંધાયેલી ઓફિસ 1લી ફ્લોર, ધ લીફી ટ્રસ્ટ સેન્ટર, 117-126 શેરિફ સ્ટ્રીટ અપર, ડબલિન 1, ડી01 વાયસી43, આયરલેન્ડ ખાતે છે તે નિયંત્રક છે અને આ નીતિમાં વર્ણવ્યા મુજબ તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે જવાબદાર છે.
જો તમે અન્ય કોઈ જગ્યાએ પણ રહેતા હોય તો OpenAI OpCo, એલએલસી તેની નોંધાયેલી ઓફિસ 1455 થર્ડ સ્ટ્રીટ, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા 94158, અમેરિકા ખાતે નિયંત્રક છે અને આ નીતિમાં વર્ણન કર્યાં તે મુજબ તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે જવાબદાર છે. .
જો તમારી પાસે આ નીતિમાં અગાઉથી જ ઉકેલ ન મળેલા કોઈ પ્રશ્નો અથવા ચિંતા હોય તો કૃપા કરી સહાયતા માટે સંપર્ક કરો(નવી વિન્ડોમાં ખૂલે છે).