AGIની દિશામાં માર્ગ પર પ્રેરણારૂપ સંશોધન
અમને વિશ્વાસ છે કે અમારું આ સંશોધન છેવટે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સની દિશામાં દોરી જશે, તે એક એવી સિસ્ટમ કે જે માનવ-સ્તરના પ્રશ્નોને ઉકેલી શકે છે. અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે AGI સંપૂર્ણ માનવજાતને માટે લાભદાયક બની રહે.

અમે ડીપ લર્નિંગનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં ડેટા અને અત્યાધુનિક રીઝનિંગનો લાભ લઈ કાર્ય પૂરું કરવા માટે AI સિસ્ટમ્સને તાલીમ આપીએ છીએ.
GPT
OpenAI ની GPT સિરીઝના મોડલ ઝડપી, બહુમુખી અને ખર્ચ-કરકસરયુ્ત AI સિસ્ટમ્સ છે, જે સંદર્ભ સમજવામાં, વિષય-સામગ્રીનું સર્જન કરવા અને લખણ, તસવીરો અને વધુમાં તર્કબદ્ધ વિચાર કરવા ડિઝાઇન કરવામાં આવી છે.
વિઝ્યુઅલ
તસવીરો માટે જનરેટિવ મોડેલિંગ પરના અમારા સંશોધનથી CLIP જેવા પ્રતિનિધિત્વ મોડલ્સ વિકસાવેલ છે, જે લખાણ અને તસવીરો વચ્ચે એવો નકશો બનાવે છે કે જેને AI વાંચી શકે, અને DALL-E, લખીને વિવિધ વર્ણનોમાંથી જીવંત તસવીરો બનાવવા માટેનું એક સાધન.
ઓડિયો
ઓડિયો પ્રોસેસિંગ અને ઓડિયો જનરેશનમાં AI લાગુ કરવા અંગે અમારા સંશોધનથી સ્વચાલિત સ્પીચની ઓળખ અને મૂળભૂત સંગીત રચનાનો વિકાસ થયો છે.
વિશેષ ભૂમિકા
અમે અમારી ટીમની સાથે જોડાવા માટે પ્રતિભાશાળી વ્યક્તિઓની સક્રિય રીતે શોધ કરી રહ્યાં છીએ. ફિચર્ડ ભૂમિકાને શોધો અથવા તમામ ખુલ્લી ભૂમિકાને જુઓ.






