સુરક્ષાની બાકી રહેલી ખામીઓ ઉકેલો
સુરક્ષા ખામીઓની તપાસ અને સમીક્ષા માટે પૅચ તૈયાર કરવાનું કામ AI એજન્ટોને સોંપો.
ઇજનેરોને અમલમાં મૂકી શકાય એવો ઉકેલ આપો
એજન્ટો તમારા કોડમાં સુરક્ષા ખામીઓનું પગેરું શોધે છે અને પૅચ તૈયાર કરે છે. ઇજનેરો સૂચિત પૅચને કોડમાં સામેલ કરતાં પહેલાં તેની સમીક્ષા અને પરીક્ષણ કરે છે.


ખામીઓ સુધારવા તમારા હાલનાં સુરક્ષા સાધનોને કામે લગાડો
તમારાં સુરક્ષા સાધનો અને Daybreak રેડ ટીમને મળેલી ખામીઓ ડિફેન્સ ફેક્ટરીમાં લાવો. એજન્ટો દરેક સમસ્યાની તપાસ કરે છે અને તેનો ઉકેલ તૈયાર કરે છે.
ખામી સુધારવા સીધા Codex સાથે કામ કરો
Codex સાથે સંદર્ભ ઉમેરો, પુરાવા તપાસો અને પૅચમાં જરૂરી ફેરફારો કરો. એજન્ટો પૃષ્ઠભૂમિમાં કામ કરતા રહે ત્યારે ફેરફારોનું પરીક્ષણ કરો.


ખામીઓ શોધવા અને સુધારવાનું સતત ચાલુ રાખો
કોડ બદલાય તેમ નવા કમિટ સ્કૅન કરો અથવા નિયમિત તપાસનું સમયપત્રક ગોઠવો. નવી મળેલી ખામીઓની તપાસનું કામ એજન્ટોને સોંપો.
વધુ વાંચો
સતત સુરક્ષા માટે તમારી કાર્યપ્રક્રિયા બનાવવાનું શરૂ કરો
તમારી રિપોઝિટરીઓ અને મળેલી સુરક્ષા ખામીઓ જોડો અને બાકી રહેલી ખામીઓ સુધારવાનું શરૂ કરો.


