સેવા ક્રેડિટની શરતો
આ OpenAI સેવા ક્રેડિટની શરતો (“શરતો”) તમારા અને OpenAI OpCo, એલએલસી (અથવા અમારા સહયોગીઓ) વચ્ચેનો એગ્રિમેન્ટ છે અને તમારી ખરીદી, પ્રાપ્તિ અથવા અમારી સેવા માટે રીડીમ કરવા યોગ્ય કોઈપણ ક્રેડિટના ઉપયોગને નિયંત્રિત કરે છે (“સેવા ક્રેડિટ”). આ શરતોમાં કેપિટલ અક્ષરવાળા શબ્દોનો ઉપયોગ થયો છે પરંતુ વ્યાખ્યા કરવામાં આવી નથી તો તેનો અર્થ તમારી અને OpenAI વચ્ચે લાગુ પડતી સેવાના ઉપયોગને સંચાલિત કરનારા એગ્રિમેન્ટ (“એગ્રિમેન્ટ”)માં દર્શાવ્યા મુજબ જ રહેશે.
- અમે ક્રેડિટની ખરીદી કરીને ચોક્કસ સેવા માટે અગાઉથી ચુકવણી કરવાની ઓફર કરી શકીએ છીએ (“પ્રિપેઇડ સેવા ક્રેડિટ”). પ્રિપેઇડ સેવા ક્રેડિટ સંબંધિત સેવાનો ઉપયોગ કરવા માટે તમે અગાઉથી ચુકવણી કરેલી રકમ દર્શાવે છે. ચોક્કસ સેવા માટે વધારાની શરતો લાગુ પડી શકે છે.
- અમે અમારા પ્રમોશનલ કાર્યક્રમના ભાગરૂપે સેવા ક્રેડિટ્સને ખરીદી કરવાના બદલે વિના મૂલ્યે પણ ઓફર કરી શકીએ છીએ (“પ્રોમો સેવા ક્રેડિટ્સ”). પ્રોમો સેવા ક્રેડિટ કોઈ વેચાણ, વપરાશ, કુલ પ્રાપ્તિ અથવા સમાન વ્યવહાર આધારિત કર કે જે તમને લાગુ પડી શકે છે તેની સામે લાગુ નહીં થાય.
- સેવા ક્રેડિટ કાયદેસરનું ટેન્ડર કે ચલણ નથી; તે કોઈપણ રકમ કે નાણાકીય મૂલ્ય માટે રીડીમ, રિફંડ, અથવા એક્સચેન્જ કરી શકાતી નથી (જ્યાં કાયદા દ્વારા જરૂરી હોય ત્યાં સિવાય); તેનું ફિયાટ ચલણમાં સમાન મૂલ્ય નથી; તે ફિયાટ ચલણના વિકલ્પ તરીકે કાર્ય કરતી નથી; અને તે તમારું કોઈ વ્યક્તિગત મિલકત અધિકાર બનાવતી કે આપતી નથી. સેવા ક્રેડિટ ટ્રાન્સફર કરી શકાતી નથી અને તે ફક્ત તે સેવા માટે જ ઉપયોગ કરી શકાય છે, જેઓ માટે તે જારી કરવામાં આવી હતી.
- પ્રિપેઇડ સેવાના વેચાણ સહિત વેચાણને લગતી તમામ સેવા અંતિમ છે. સેવા ક્રેડિટ કાયદા દ્વારા જરૂરી ન હોય ત્યાં સુધી રિફંડ કરી શકાતી નથી અને જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો ખરીદી અથવા જારી કર્યાની તારીખ બાદ એક વર્ષ પછી સમાપ્ત થાય છે સિવાય કે ખરીદી સમયે અન્યથા ઉલ્લેખ કર્યો હોય.
- તમારા ઉપલબ્ધ સેવા ક્રેડિટ બેલેન્સની સમીક્ષા, ચોક્કસ સેવાના આધારે તમારા લાગુ પડતા OpenAI એકાઉન્ટ અથવા કાર્યસ્થળમાં કરી શકાય છે. તમારા બેલેન્સમાંથી સેવા ક્રેડિટની યોગ્ય રકમ ઉમેરવામાં કે બાદ કરવામાં આવી હોવાની ચકાસણી કરવા માટે ફક્ત તમે જ જવાબદાર છો. તમારા સેવા ક્રેડિટનું બેલેન્સ કોઈ બેંક એકાઉન્ટ, ડિજિટલ વોલેટ, સંગ્રહિત મૂલ્ય એકાઉન્ટ અથવા અન્ય ચુકવણી ઉપકરણ નથી.
- અમે સેવા ક્રેડિટના કોઈપણ દાવા કરેલા ટ્રાન્સફર, વેચાણ, ભેટ કે વેપારને પ્રતિબંધિત કરીએ છીએ અને તેને માન્યતા આપતા નથી. કોઈપણ રીતે સેવા ક્રેડિટનો ઉપયોગ, વેચાણ, અથવા ટ્રાન્સફર કરવાનો કોઈપણ પ્રયાસ આ શરતોનું ઉલ્લંઘન કરવું છે અને તેના પરિણામે સેવા ક્રેડિટને પરત કરી શકે છે , સમાપ્તિ અથવા રદ કરી શકાય છે અને/અથવા રિફંડ વગર તમારી સેવાનો ઉપયોગ અને/અથવા તમારું એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કે સમાપ્ત કરી શકાય છે.
- આ કરાર મુજબ અમે લાગુ પડતા કાયદાનું પાલન કરવા માટે તમારી સર્વિસ ક્રેડિટના બેલેન્સને સસ્પેન્ડ કે સમાપ્ત કરવા સહિત સેવાઓના તમારા ઉપયોગને સસ્પેન્ડ કે સમાપ્ત કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
- અમે અમારી વેબસાઇટ પર સુધારેલું વર્ઝન એટલે કે આવૃત્તિ પોસ્ટ કરીને અથવા તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા ઇમેઇલ પર ઇમેઇલ મોકલીને આ શરતોમાં કોઈપણ સમયે સુધારો કરી શકીએ છીએ. સુધારેલી શરતો પોસ્ટ થયા પછી અથવા જો અમે તમને ઇમેઇલ દ્વારા સૂચિત કરીએ તો ઇમેઇલ સંદેશામાં દર્શાવ્યા પ્રમાણે અમલમાં આવશે. આ શરતોમાં કોઈપણ સુધારો અમલમાં આવ્યાની તારીખ પછી કોઈપણ સેવા ક્રેડિટ પ્રાપ્ત કરી અથવા તેનો ઉપયોગ કરી તમે સુધારેલી શરતોને સ્વીકારવા માટે સંમત થાવો છો.