કંબોડિયા-આધારિત ગુનાહિત કૌભાંડ કામગીરીને ખોરવવી
OpenAIએ રોકાણ, પ્રેમસંબંધ, જુગાર અને ખોટી ઓળખની યોજનાઓમાં ChatGPTનો ઉપયોગ કરતી કંબોડિયા-આધારિત કૌભાંડ કામગીરીને ખોરવી.
પરિચય
આ વર્ષની શરૂઆતમાં અમે રોકાણ, પ્રેમસંબંધ, જુગાર અને કાયદા અમલીકરણ અધિકારી તરીકે ખોટી ઓળખ આપવાની યોજનાઓમાં ChatGPTનો ઉપયોગ કરતી કંબોડિયા-આધારિત કૌભાંડ કામગીરીને ખોરવી હતી. WhatsApp ખાતેના અમારા સહયોગીઓ પાસેથી માહિતી મળ્યા પછી અમે આ પ્રવૃત્તિની તપાસ શરૂ કરી અને ત્યારથી ઉદ્યોગના ભાગીદારો તથા સંબંધિત સત્તાવાળાઓ સાથે જોખમના વધારાના સંકેતો શેર કર્યા છે.
આ કામગીરી આધુનિક કૌભાંડ નેટવર્ક વિશેની એક મહત્વપૂર્ણ વાસ્તવિકતા દર્શાવે છે: સંગઠિત ગુનાહિત જૂથો ભાગ્યે જ પોતાને માત્ર એક પ્રકારના કૌભાંડ સુધી સીમિત રાખે છે. તેના બદલે, તેઓ પીડિતોને છેતરવા માટે સૌથી અસરકારક લાગે એવી કથાઓ, ઓળખો અને યુક્તિઓનો તકવાદી રીતે ઉપયોગ કરે છે. અમારી તપાસમાં અમે નિયમિતપણે કૌભાંડીઓને એક પ્રકારના કૌભાંડમાંથી બીજા તરફ જતા અથવા એક જ કામગીરીમાં અનેક કૌભાંડ પદ્ધતિઓ જોડતા જોઈએ છીએ.
નેટવર્કના કેટલાક વપરાશકર્તાઓએ માનવ તસ્કરી અને બળજબરીથી ગુના કરાવવા સાથે સંબંધ હોવાનો સંકેત આપતી સામગ્રી પણ બનાવી હતી. આ નિરીક્ષણો દક્ષિણપૂર્વ એશિયાના એવા સંગઠિત ગુનાહિત જૂથો વિશેના વ્યાપક જાહેર અહેવાલોમાં(નવી વિન્ડોમાં ખૂલે છે) કરાયેલા વર્ણન(નવી વિન્ડોમાં ખૂલે છે) સાથે સુસંગત છે, જે કાયદેસર રોજગારનું વચન આપીને કામદારોની ભરતી કરે છે અને પછી તેમને દેવાની ગુલામી તથા બળજબરીની વ્યવસ્થામાં ફસાવે છે. સામેલ દરેક વ્યક્તિની પરિસ્થિતિ અમે સ્વતંત્ર રીતે નક્કી કરી શકતા નથી, પરંતુ આ પ્રવૃત્તિ યાદ અપાવે છે કે કૌભાંડ કરનારા લોકો પોતે પણ શોષણનો ભોગ હોઈ શકે છે.
સંચાલક
અમે સંકલિત ChatGPT ખાતાઓના એક નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો, જેની શરૂઆત લગભગ નિશ્ચિતપણે કંબોડિયામાં થઈ હતી અને સંભવતઃ બાંટેય મિએન્ચે પ્રાંતના પોઇપેટ શહેરમાં અથવા તેની આસપાસ કાર્યરત હતું. જાહેર અહેવાલોએ(નવી વિન્ડોમાં ખૂલે છે) આ શહેરને ઑનલાઇન કૌભાંડ કેન્દ્રો અને તસ્કરીની કામગીરીઓ સાથે વારંવાર(નવી વિન્ડોમાં ખૂલે છે) જોડ્યું(નવી વિન્ડોમાં ખૂલે છે) છે.
નેટવર્કે ખોટી ઑનલાઇન ઓળખો બનાવવા અને ચલાવવા, કૌભાંડના લક્ષ્યોને મોકલાતા સંદેશા બનાવવા અને અનુવાદિત કરવા, કપટપૂર્ણ યોજનાઓ માટે પ્રચાર સામગ્રી બનાવવા તથા રોજિંદી કામગીરીમાં મદદ મેળવવા અમારા મૉડલનો ઉપયોગ કર્યો.
અમે અગાઉ(નવી વિન્ડોમાં ખૂલે છે) ખોરવેલા કૌભાંડ નેટવર્કની જેમ, કેટલાક વપરાશકર્તાઓએ આંતરિક જાહેરાતોના મુસદ્દા બનાવવા, કર્મચારીઓ વચ્ચેના સંદેશા અનુવાદિત કરવા અને ભરતી, ઇમિગ્રેશન સ્થિતિ, કાર્યસ્થળની પરિસ્થિતિ તથા કર્મચારી શિસ્તને લગતી જણાતી બાબતોનું દસ્તાવેજીકરણ કરવા સહિતના વહીવટી કામ માટે પણ ChatGPTનો ઉપયોગ કર્યો.
વર્તન
નેટવર્ક એકસાથે અનેક પ્રકારનાં કૌભાંડ કરતું અને ઘણી વાર જુદી જુદી યોજનાઓના ઘટકો ભેળવતું હતું. ઉદાહરણ તરીકે, સંચાલકો ક્રિપ્ટોકરન્સી અને હાજર ભાવે સોનાના વેપારને લગતી કપટપૂર્ણ રોકાણ તકો રજૂ કરતાં પહેલાં વિશ્વાસ ઊભો કરવા ડેટિંગની ખોટી ઓળખોનો ઉપયોગ કરતા હતા. અન્ય વપરાશકર્તાઓ બનાવટી ઓળખોનો ઉપયોગ કરીને લક્ષ્યો સાથે લાંબી પ્રેમભરી વાતચીત કરતા, ખોટા બોનસ અને ઇનામો આપતા ઑનલાઇન જુગાર મંચોના પ્રતિનિધિ તરીકે રજૂ થતા અથવા કાયદા અમલીકરણ એજન્સીઓની ખોટી ઓળખ આપીને લક્ષ્યોને કહેતા કે ગંભીર ફોજદારી ગુના કરવા બદલ તેમણે દંડ ભરવો પડશે.
કથાઓ જુદી હોવા છતાં, સમગ્ર નેટવર્કના વપરાશકર્તાઓ સતત છેતરપિંડીયુક્ત વર્તનની સમાન મૂળભૂત રીત દર્શાવતા હતા. ઉદાહરણ તરીકે, તેમણે બનાવટી ડેટિંગ પ્રોફાઇલ, કાલ્પનિક રોકાણ નિષ્ણાતો અને કાયદા અમલીકરણ અધિકારીઓની કપટપૂર્ણ ઓળખો બનાવી અને ચલાવી. તેમણે પાસપોર્ટ, કાનૂની નોટિસ, શેર ખરીદીની પુષ્ટિ અને જુગાર મંચના ઇન્ટરફેસ સહિતનાં બનાવટી દસ્તાવેજોની છબીઓ પણ બનાવી.
અમે અમારા(નવી વિન્ડોમાં ખૂલે છે) અગાઉના(નવી વિન્ડોમાં ખૂલે છે) અહેવાલોમાં(નવી વિન્ડોમાં ખૂલે છે) દર્શાવ્યું છે તેમ, કૌભાંડીઓ લક્ષ્યો સાથેની વાતચીતમાં એક સામાન્ય રીત અનુસરતા હતા, જેને અમે સંપર્ક (વાતચીત શરૂ કરવી), લાગણી (ભાવના જગાવવી) અને ઉઘરાણી (પૈસા પડાવવા) કહીએ છીએ.
સંપર્ક: નેટવર્કે WhatsApp અને Telegram જેવા સંદેશાવ્યવહાર મંચો પર લક્ષ્યો સાથેની વાતચીતનો અનુવાદ કરવા અને તેને તૈયાર કરવા ChatGPTનો ઉપયોગ કર્યો. કૌભાંડીઓએ પોતાની બનાવટી ઓળખોને વિશ્વસનીય બનાવવા સોશિયલ મીડિયા સામગ્રી પણ બનાવી અને ડેટિંગ પ્રોફાઇલ માટેની સામગ્રી પર સંશોધન કર્યું.
લાગણી: કૌભાંડીઓના સંદેશા વારંવાર ભાવનાત્મક દબાણ અને વિશ્વાસ ઊભો કરવાની પદ્ધતિઓ પર આધારિત હતા. તેમાં ખાતરીપૂર્વક વળતર અને “જોખમ-મુક્ત” રોકાણનાં વચનો, પ્રેમભરી ભાષા, વાતચીત ગુપ્ત રાખવાની સૂચનાઓ અને કાલ્પનિક બોનસની મુદત પૂરી થાય તે પહેલાં તાત્કાલિક પગલાં લેવાની વિનંતીઓ સામેલ હતી.
ઉઘરાણી: કૌભાંડીઓ પીડિતોને કથિત ઇનામ મેળવવા માટે થાપણ ભરવા, સક્રિયકરણ ફી ચૂકવવા અને બનાવટી દંડ પતાવવાની સૂચના આપતા, ત્યાર પછી ચુકવણીના પુરાવા તરીકે નાણાંના હસ્તાંતરણના પડદા-ચિત્રો અથવા ખાતાની માહિતી માગતા હતા.

નેટવર્કના એક કૌભાંડીએ ChatGPTનો ઉપયોગ કરીને બનાવેલું નકલી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ ઇન્ટરફેસ.

નેટવર્કના એક કૌભાંડીએ બનાવટી રોકાણ યોજનાનો પ્રચાર કરવા બનાવેલી AI-જનરેટેડ છબી.
માનવ તસ્કરીના સંકેતો
કૌભાંડો ઉપરાંત, કેટલાક વપરાશકર્તાઓએ માનવ તસ્કરી અથવા બળજબરીથી મજૂરી કરાવવા જેવી, અમે શોધીને ખોરવીએ છીએ તે અન્ય નિયમભંગ પ્રવૃત્તિઓમાં સંડોવણીનો સંકેત આપતી સામગ્રી બનાવી. તેમાં પોઇપેટમાં “વાતચીત કરનાર”ની નોકરીઓ માટે સોશિયલ મીડિયા જાહેરાતો બનાવવાનો સમાવેશ થતો હતો, જેમાં હવાઈ મુસાફરી, રહેઠાણ, ભોજન, વિઝા અને કામની પરવાનગીનાં વચનો અપાતાં હતાં.
અન્ય પ્રવૃત્તિ કામગીરીમાં રહેલા કામદારોના વહીવટને લગતી જણાતી હતી. વપરાશકર્તાઓ કર્મચારીઓનાં દેવા, પગાર કપાત, શિસ્તભંગના દંડ અને લોનની ચુકવણીના રેકોર્ડ રાખતા તથા ઇમિગ્રેશન સ્થિતિ, કામની પરવાનગી, વિઝાની મુદત પૂરી થયા પછી રોકાણ અને ભરતી માટેના પ્રોત્સાહનો અંગેની ચર્ચાઓનો અનુવાદ કરતા હતા.
કેટલીક વાતચીતોમાં કથિત અટકાયત, ભાગી છૂટવાના પ્રયાસો અને કૌભાંડ કામગીરીમાં તસ્કરી કરીને લાવવામાં આવેલા તથા બળજબરીથી કામ કરાવાયેલા લોકોની સંભવિત ફોજદારી જવાબદારીનો પણ ઉલ્લેખ હતો. આ વાતચીતોથી કોઈ ચોક્કસ વ્યક્તિની પરિસ્થિતિ નક્કી થઈ શકતી નથી, પરંતુ તે દક્ષિણપૂર્વ એશિયામાં સંગઠિત ગુનાહિત જૂથોની પ્રવૃત્તિઓનું વિસ્તૃત જાહેર અહેવાલોમાં(નવી વિન્ડોમાં ખૂલે છે) કરાયેલા વર્ણન(નવી વિન્ડોમાં ખૂલે છે) સાથે સુસંગત છે.


નેટવર્કના કૌભાંડીઓએ સોશિયલ મીડિયા પર કંબોડિયામાં નોકરીઓની જાહેરાત કરવા બનાવેલી AI-જનરેટેડ છબીઓ. OpenAI દ્વારા સંવેદનશીલ માહિતી ઢાંકવામાં આવી છે.
અસર
અમે આ કામગીરી સાથે સંકળાયેલાં ChatGPT ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો, ઉદ્યોગના ભાગીદારો અને સંબંધિત સત્તાવાળાઓ સાથે સંબંધિત સંકેતો વહેંચ્યા અને આ સંચાલકો માટે અમારા ઉત્પાદનો તથા સેવાઓનો ફરી પ્રવેશ મેળવવો વધુ મુશ્કેલ બનાવવા પગલાં લીધાં.
નેટવર્ક સાથે સંકળાયેલા નાણાકીય નુકસાનનું સંપૂર્ણ પ્રમાણ અજ્ઞાત છે, પરંતુ કૌભાંડીઓના પોતાના સંદેશાવ્યવહારના આધારે આ કામગીરીએ અનેક પ્રકારનાં કૌભાંડોમાં સેંકડો લક્ષ્યો સાથે સંપર્ક કર્યો હોઈ શકે છે. વપરાશકર્તાઓની વાતચીતમાં કેટલાક પીડિતોએ હજારો ડૉલર ગુમાવ્યાનો ઉલ્લેખ હતો, જોકે અમે એ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકતા નથી.
વ્યાપક રીતે જોઈએ તો, આ કિસ્સો બે વલણોને વધુ મજબૂત રીતે દર્શાવે છે. પ્રથમ, સંગઠિત કૌભાંડ નેટવર્ક ખૂબ વૈવિધ્યસભર હોઈ શકે છે અને માત્ર એક જ પ્રકારના કૌભાંડને વળગી રહેવાને બદલે એકસાથે અનેક કપટપૂર્ણ યોજનાઓ ચલાવી શકે છે. બીજું, ઑનલાઇન છેતરપિંડી, સંગઠિત અપરાધ અને માનવ તસ્કરી વચ્ચેની સીમાઓ ઘણી વાર અસ્પષ્ટ હોય છે. તેથી અસરકારક રીતે ખોરવવા માટે માત્ર પીડિતોને નિશાન બનાવતી કૌભાંડ પ્રવૃત્તિ જ નહીં, પણ તેનું આયોજન કરીને તેમાંથી નફો મેળવતાં ગુનાહિત સંગઠનોને પણ નિશાન બનાવવા જરૂરી છે.