ડેબ્રેકથી ચેક પોઇન્ટ સુરક્ષા નબળાઈનું સંશોધન ઝડપી બનાવે છે
OpenAI ડેબ્રેકથી ચેક પોઇન્ટ નવા સુરક્ષા ઉપાયો માટે જરૂરી સંશોધન ઝડપી બનાવે છે, જેથી તેના વિશ્લેષકો સુરક્ષા નબળાઈઓ વિશેની માહિતીના આધારે ગ્રાહકો માટે વધુ ઝડપથી રક્ષણ વિકસાવી શકે છે.

પરિણામો
કલાકોનું કામ મિનિટોમાં
ડેબ્રેકથી સુરક્ષા નબળાઈઓનું સંશોધન
ચેક પોઇન્ટમાં સુરક્ષા નબળાઈઓના સંશોધનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં પહેલાં કલાકો લાગતા હતા. ચેક પોઇન્ટના મુખ્ય ટેક્નોલોજી અધિકારી જોનાથન ઝેન્ગરના જણાવ્યા અનુસાર, OpenAI ડેબ્રેક ડિફેન્સ નેટવર્કના ભાગરૂપે કંપની ડેબ્રેકનો ઉપયોગ કરીને એ કામ મિનિટોમાં પૂરું કરે છે. ડેબ્રેક સુરક્ષાકર્મીઓને OpenAIનાં અત્યાધુનિક સાયબર મોડેલો ઉપલબ્ધ કરાવે છે. આ મોડેલો સુરક્ષા નબળાઈઓનું વિશ્લેષણ કરી શકે છે, હુમલાના સંભવિત માર્ગો વિશે તર્કસંગત વિચાર કરી શકે છે અને કોડ તથા ગોઠવણીઓમાં સુરક્ષાની ખામીઓ શોધી શકે છે.
ચેક પોઇન્ટ કૃત્રિમ બુદ્ધિ, કાર્યપરિસર, ક્લાઉડ અને નેટવર્કની સુરક્ષા માટેનાં તેનાં ઉત્પાદનો દ્વારા 100,000થી વધુ સંસ્થાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. ચેક પોઇન્ટ રિસર્ચ કંપનીના ખતરાઓને અગાઉથી અટકાવવાને પ્રાધાન્ય આપતા અભિગમમાં સુરક્ષા નબળાઈઓના સંશોધનની નિપુણતા ઉમેરે છે. તે નવી ઊભરતી નબળાઈઓની તપાસ કરે છે અને તારણોના આધારે ગ્રાહકો માટે રક્ષણ વિકસાવે છે. ડેબ્રેક આ સંશોધનને વેગ આપે છે, જેથી નબળાઈને સમજવાથી લઈને તેની સામે રક્ષણ વિકસાવવા સુધીનો સમય ઘટે છે.
“OpenAI સુરક્ષાકર્મીઓને અત્યાધુનિક સાયબર સુરક્ષાની સમજ પૂરી પાડી રહ્યું છે અને ચેક પોઇન્ટ જેવી કંપનીઓને આ સમજના આધારે ખતરાઓ અટકાવવા સક્ષમ બનાવી રહ્યું છે.”
ઝેન્ગર કહે છે, “અમને વધુ સાયબર ખતરાઓ જોવા મળી રહ્યા છે અને એ ખતરાઓ વધુ ને વધુ જટિલ બનતા જાય છે.” ચેક પોઇન્ટ માટે આ ગતિ સાથે તાલ મિલાવવાનો અર્થ છે, તાજેતરમાં જાહેર થયેલી સુરક્ષા નબળાઈઓની માહિતીના આધારે ગ્રાહકો માટે ઝડપથી રક્ષણ વિકસાવવું. “જ્યારે કોઈ નવી સુરક્ષા નબળાઈ સામે આવે, ત્યારે શક્ય તેટલી ઝડપથી અમારા ગ્રાહકો તેનાથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવાનું અમારું કામ છે.”
આ કામ નિષ્ણાત વિશ્લેષકો પર આધાર રાખે છે. તેઓ સુરક્ષા નબળાઈઓની તપાસ કરે છે અને તારણોના આધારે સુરક્ષા ઓળખચિહ્નો અથવા સિસ્ટમમાં ઘૂસણખોરી થઈ હોવાના સંકેતો તૈયાર કરે છે, જેનો ઉપયોગ ચેક પોઇન્ટની સિસ્ટમો ખતરાઓ ઓળખવા માટે કરે છે. આ સંશોધન માટે વિશેષ નિપુણતા જરૂરી છે. પહેલાં આ કામ માટે ઉપલબ્ધ વિશ્લેષકોની સંખ્યાને કારણે ટીમની ક્ષમતા મર્યાદિત હતી.
ચેક પોઇન્ટ આ પ્રક્રિયાના વધુ ભાગોને સ્વચાલિત બનાવવા માટે OpenAI ડેબ્રેકનો ઉપયોગ કરે છે. ઝેન્ગર કહે છે, “અમે આ પ્રક્રિયાને ઝડપી અને સ્વચાલિત બનાવવા માટે ડેબ્રેકનો ઉપયોગ કરીએ છીએ અને હવે અમે આ કામ કલાકોને બદલે મિનિટોમાં કરી શકીએ છીએ.” મોડેલો સુરક્ષા સમસ્યાઓ વિશે તર્કસંગત વિચાર કરી શકે છે, એ ક્ષમતાને કારણે આ લાભ મળે છે.
“OpenAI ડેબ્રેક સુરક્ષા નબળાઈઓને સમજી શકે છે, હુમલાની જુદી જુદી પદ્ધતિઓનું વિશ્લેષણ કરી શકે છે અને ખામીઓ ઓળખવા માટે કોડ તપાસી શકે છે.”
ઝેન્ગર જટિલ કોડ અને ગોઠવણીઓને સમજવાની તથા સિસ્ટમો પર કઈ રીતે હુમલો થઈ શકે તે ઓળખવાની ક્ષમતામાં થયેલી પ્રગતિ તરફ પણ ધ્યાન દોરે છે. ચેક પોઇન્ટ હવે આ ક્ષમતાઓને પોતાની સાયબર સુરક્ષા પ્રક્રિયાઓમાં સામેલ કરવા જેટલી પરિપક્વ માને છે. સુરક્ષા નબળાઈઓના સંશોધનમાં ડેબ્રેક તપાસના એ કામમાં મદદ કરે છે જેના આધારે ઓળખચિહ્નો અથવા ઘૂસણખોરીના સંકેતો વિકસાવવામાં આવે છે. આથી વિશ્લેષકો ખતરાને સમજવાથી લઈને રક્ષણ વિકસાવવા સુધીનું કામ વધુ ઝડપથી કરી શકે છે.
ચેક પોઇન્ટ ડેબ્રેકનો ઉપયોગ કરીને તેનો એજન્ટ-આધારિત નેટવર્ક સુરક્ષા સંકલન ઉકેલ વિકસાવવા માટે પણ OpenAI સાથે કામ કરી રહ્યું છે. ઝેન્ગર જે અભિગમનું વર્ણન કરે છે તેમાં ગ્રાહકોના તકનીકી પરિસરનું સતત નિરીક્ષણ, સ્પષ્ટપણે નિર્ધારિત કાર્યમર્યાદાઓ અને મહત્ત્વની અસર ધરાવતાં પગલાં માટે માનવીય મંજૂરીનો સમાવેશ થશે. ગ્રાહકો પોતાનાં સુરક્ષા લક્ષ્યો નક્કી કરશે અને સિસ્ટમ તેનાં તારણો, ભલામણ કરેલાં પગલાં તથા સંબંધિત જોખમો સમજાવશે, જેથી તેઓ આગળ શું કરવું તે નક્કી કરી શકે.
હવે સુરક્ષા નબળાઈઓનું સંશોધન મિનિટોમાં પૂરું થાય છે, એટલે ચેક પોઇન્ટની આગામી પ્રાથમિકતા એ નબળાઈઓ દૂર કરવાની છે. કંપની ડેબ્રેકની ક્ષમતાઓનો ઉપયોગ કરવા માગે છે, જેથી તેની સુરક્ષા ટીમો માટે પોતે શોધેલી ખામીઓ દૂર કરવાનું સરળ બને.
“OpenAIના ડેબ્રેકને અમારી હાલની સુરક્ષા પ્રક્રિયાઓ સાથે જોડવાથી એટલી હદે સ્વચાલન શક્ય બને છે કે ખતરાઓને તત્કાળ અટકાવી શકાય.”
ઝડપી સંશોધનથી ચેક પોઇન્ટના ગ્રાહકો માટે નવી શોધાયેલી સુરક્ષા નબળાઈઓ સામે રક્ષણ વિકસાવવામાં મદદ મળે છે. ડેબ્રેકની મદદથી ચેક પોઇન્ટ આ પ્રગતિને વધુ સ્વાયત્ત રક્ષણ તરફ આગળ વધારવા માગે છે. તેમાં ગ્રાહકો સુરક્ષા લક્ષ્યો નક્કી કરશે અને મહત્ત્વની અસર ધરાવતાં પગલાંને મંજૂરી આપશે.


