OpenAI

અમેરિકાના હિતમાં AI માળખાકીય સુવિધાઓનું નિર્માણ

AI માળખાકીય સુવિધાઓના જવાબદારીપૂર્ણ વિકાસ માટે નવો માપદંડ સ્થાપિત કરીએ છીએ.

નગરના કેન્દ્રમાં દુકાનોની હારમાળા ધરાવતો રસ્તો, વાદળોથી છવાયેલા વાદળી આકાશની નીચે અમેરિકા અને ટેક્સાસના ધ્વજ.

અમેરિકાના આગામી અધ્યાયની શરૂઆત આપણા સમુદાયોથી થાય છે

વધુ લોકો અને વ્યવસાયો તેમનાં આવશ્યક કામો માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે. આ કામો ચાલુ રાખવા અને ડૉક્ટરો, દર્દીઓ, વ્યવસાયના માલિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો તથા પરિવારો સુધી નવાં સાધનો પહોંચાડવા આપણને માળખાકીય સુવિધાઓની જરૂર છે. આ વિસ્તરણ રોજગારોનું સર્જન કરવાની, સ્થાનિક આર્થિક તકો વધારવાની અને અમેરિકાના વિકાસના નવા યુગને વેગ આપવાની ક્ષમતા ધરાવે છે.

દેશભરના સમુદાયોમાં AIનું નિર્માણ થઈ રહ્યું છે અને આ આવશ્યક કાર્યથી તેમના માટે લાંબા ગાળાની તકો ઊભી થવી જોઈએ. અમે દરેક પ્રોજેક્ટને સમુદાયની પ્રાથમિકતાઓ અનુસાર આકાર આપવા પ્રતિબદ્ધ છીએ. સમુદાયો અમારા માટે નવી શક્યતાઓ ઊભી કરે છે, તેમ અમે પણ તેમના માટે શક્યતાઓ વધારવામાં મદદ કરીશું. સાથે જ, એટલી જ મહત્ત્વની બાબતો તરીકે, અમે સ્થાનિક રહેવાસીઓને વીજળીના વધતા ખર્ચથી બચાવવા અને પાણીનો વપરાશ ઓછામાં ઓછો રાખવા પ્રતિબદ્ધ છીએ.

નવો માપદંડ સ્થાપિત કરીએ છીએ

અમારું માનવું છે કે અમારા કમ્પ્યુટિંગ પરિસરો ધરાવતા સમુદાયોને પારદર્શક માહિતી, પોતાનો મત રજૂ કરવાની તક અને સર્જાતા લાભોમાં અર્થપૂર્ણ હિસ્સો મળવો જોઈએ. આ સિદ્ધાંતને અમે આ રીતે અમલમાં મૂકીશું.

ટેબલ પર લેપટોપમાં માહિતીની સમીક્ષા કરતા ત્રણ લોકો.

સાંભળવું અને શીખવું

અમે સર્વેક્ષણો, રહેવાસીઓની વાત સાંભળવા માટેની બેઠકો અને સ્થાનિક સંપર્ક વ્યક્તિ દ્વારા યોજનાઓ તથા સ્થાનિક લાભોને આકાર આપવામાં રહેવાસીઓને નિયમિતપણે ભાગ લેવાની તક આપીશું.

વધારે વાંચો
તાલીમ કાર્યશાળામાં વિદ્યુત પેનલો પર કામ કરતા બે લોકો.

પરિવારોને ઊર્જાના ખર્ચથી રક્ષણ

અમે અમારા સ્થળો માટે જરૂરી વીજળી અને નવી માળખાકીય સુવિધાઓનો સંપૂર્ણ ખર્ચ ચૂકવીશું. પ્રોજેક્ટમાં વિલંબ થાય, તેનું કદ ઘટે કે તે રદ થાય તો નાણાકીય ખાતરી આપીશું અને વીજ કંપનીઓને માંગના વાસ્તવિક અંદાજો આપીશું.

વધારે વાંચો
મંદ પ્રકાશવાળા આકાશની પૃષ્ઠભૂમિમાં ખેતરો પરથી પસાર થતી વીજ લાઇનો.

“ગ્રીડના રક્ષક” તરીકેની ભૂમિકા

અમે જરૂર મુજબ વીજ માંગમાં ફેરફાર કરી શકાય તેવા કાર્યક્રમોમાં ભાગ લઈશું. સ્થાનિક પરિસ્થિતિઓ, તકનીકી શક્યતા અને વીજ કંપનીની રુચિના આધારે, પરિસરો માંગ ઘટાડી શકે, ગ્રીડને વીજળી પૂરી પાડી શકે અથવા તેને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે.

વધારે વાંચો
થિયેટરના પ્રવેશદ્વાર ઉપરના છજાની નીચે બત્તીઓની જાળવણી કરતો એક કામદાર.

આર્થિક વિકાસ

અમે રહેવાસીઓની પ્રાથમિકતાઓને અનુરૂપ સતત રોકાણ કરીશું અને કરની આવક તથા કરના બદલામાં મળતી ચુકવણીઓ—સ્થાનિક સરકારો વિકાસકર્તાઓ પાસેથી મેળવતી રકમ—નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું આયોજન કરવામાં સમુદાયોને મદદ કરીશું. સંભવિત રોકાણોમાં આવશ્યક સેવાઓ, રોજગાર તરફ દોરી જતી તકો, સ્થાનિક વ્યવસાયો અને સહિયારી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.

વધારે વાંચો
કાર્યશાળામાં મોટા તકનીકી નકશાઓની સમીક્ષા કરતા ચાર લોકો.

રોજગારોનું સર્જન

અમે કાર્યબળ માટેની વ્યૂહરચનાઓ અને વાર્ષિક પ્રગતિ અહેવાલો જાહેર કરીશું અને જ્યાં શ્રમબજારની પરિસ્થિતિ અનુકૂળ હશે ત્યાં સ્થાનિક ભરતીનાં લક્ષ્યો નક્કી કરીશું. સંભવિત પહેલોમાં પ્રોજેક્ટ માટેના શ્રમ કરારો, AI પ્રતિભા કેન્દ્રો અને કામ સાથે તાલીમના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

વધારે વાંચો
રસોડાના સિંક પાસે ગ્લાસમાં પાણી ભરતી એક વ્યક્તિ.

જળ સંસાધનોની કાળજી

પાણી સૌનું સહિયારું અને અમૂલ્ય સંસાધન છે. OpenAIનાં કમ્પ્યુટિંગ પરિસરો પાણીનો વપરાશ ઓછામાં ઓછો રાખીને, કાર્યક્ષમતા વધારીને અને તેની અસરો અંગે પારદર્શકતા જાળવીને સ્થાનિક જળગ્રહણ વિસ્તારો તથા સમુદાયોની જરૂરિયાતોનું ધ્યાન રાખશે.

વધારે વાંચો
જ્યોર્જિયાની એફિંગહેમ કાઉન્ટીમાં વૃક્ષોથી ઘેરાયેલી ફૂટપાથ, રસ્તાની બત્તીઓ અને દુકાનો.

જવાબદેહી નિભાવવી

અમે બાંધકામની યોજનાઓ તથા અવાજ, પાણી, ઊર્જા, પર્યાવરણીય ટકાઉપણું અને આર્થિક અસરો વિશેની માહિતી જાહેર કરીશું. અમે સંકલ્પપત્રની પ્રતિબદ્ધતાઓ અંગે વાર્ષિક અહેવાલ પણ આપીશું. સંવેદનશીલ માહિતીના રક્ષણ માટે મર્યાદિત સુરક્ષાની જરૂર હોય તેવા કિસ્સાઓ સિવાય, જાહેર અધિકારીઓને ગોપનીયતા કરાર પર સહી કરવાનું નહીં કહીએ.

વધારે વાંચો

અમેરિકાભરમાં કમ્પ્યુટિંગ પરિસરો

દેશભરમાં અમે કેવી રીતે રોજગારોનું સર્જન કરીએ છીએ, સમુદાયોમાં રોકાણ કરીએ છીએ અને અમારી પ્રતિબદ્ધતાઓ પૂરી કરીએ છીએ તે જાણો. આ વર્ણનોમાં પસંદ કરેલી પહેલોની ઝલક છે, દરેક પરિસરમાં થતી બધી કામગીરીનો સમાવેશ નથી. ઉદાહરણ તરીકે, પાણીનો વપરાશ ઓછામાં ઓછો રાખવો એ અમારા તમામ સ્થળોએ પ્રાથમિકતા છે, ભલે કોઈ વર્ણનમાં અન્ય બાબત પર ભાર મૂકવામાં આવ્યો હોય.