FreshBooks
તમારો વ્યવસાય કેવો ચાલી રહ્યો છે તે જાણો
- કેટેગરી
- ઓપરેશન્સ
- ડેવલપર
- FreshBooks
- વેબસાઇટ
- (નવી વિન્ડોમાં ખૂલે છે)
તે કેવી રીતે કાર્ય કરે છે
સ્પ્રેડશીટ અને વારંવાર પ્રવેશ કરવાની ઝંઝટ છોડો. FreshBooks ઍપથી તમે તમારા વ્યવસાયની નાણાકીય સ્થિતિ વિશે ChatGPTને સરળ ભાષામાં પૂછી શકો છો — અને સીધા તમારા FreshBooks ખાતાની માહિતી પર આધારિત સ્પષ્ટ, સચોટ જવાબો મેળવી શકો છો. જ્યારે ઇચ્છો ત્યારે નફાની સ્થિતિ જાણો — ગયા મહિને, ગયા ત્રિમાસિકમાં કે આખા વર્ષમાં તમારા વ્યવસાયે કેટલો નફો કર્યો તે ChatGPTને પૂછો. તમારી આવક, ખર્ચ અને નફાની સ્પષ્ટ વિગતો મેળવો — અહેવાલો બનાવવાની કે માહિતી શોધવા ડૅશબોર્ડ ફંફોસવાની જરૂર નથી. તમારા પૈસા ક્યાં ખર્ચાય છે તે સમજો — ChatGPTને શ્રેણીવાર ખર્ચની વિગતો આપવા કહો, જેથી કઈ બાબતોથી ખર્ચ વધે છે તે જાણી શકો અને ખર્ચના વલણો સમસ્યા બને તે પહેલાં ઓળખી શકો. આવક અને રોકડની સ્થિતિ પર નજર રાખો — પૈસાની આવકજાવકની તાજી સ્થિતિ જાણો. ChatGPTને જુદા સમયગાળાની સરખામણી કરવા, ઓછી આવકવાળા મહિના દર્શાવવા કે તમારી એકંદર રોકડ સ્થિતિનો સાર આપવા કહો. તમારી માહિતી સમજવી હવે વધુ સરળ — FreshBooks ઍપ ફક્ત માહિતી વાંચી શકે છે — તે તમારા વ્યવસાય વિશેના પ્રશ્નોના જવાબ આપે છે, તમારા વતી કોઈ ફેરફાર કરતી નથી. તમારી નાણાકીય માહિતી જ્યાં છે ત્યાં જ રહે છે; ChatGPT ફક્ત તેને વધુ ઝડપથી સમજવામાં મદદ કરે છે.
તમે બીજું શું કરી શકો છો?
ત્રિમાસિક નફો સમજાવો
FreshBooks ગયા ત્રિમાસિકની આવક, ખર્ચ અને નફાની તેની અગાઉના ત્રિમાસિક સાથે સરખામણી કરો. સૌથી મોટો ફેરફાર આંકડામાં દર્શાવો અને તેમાં સૌથી વધુ ફાળો આપતી ખર્ચની શ્રેણીઓ ઓળખો.
વ્યવસાયના ખર્ચની સમીક્ષા કરો
FreshBooks છેલ્લા ત્રણ પૂરા થયેલા મહિનાના ખર્ચની શ્રેણીવાર સરખામણી કરો. અસામાન્ય વધારો દર્શાવો અને તેના માટે જવાબદાર કયા ખર્ચ પહેલાં તપાસવા તે જણાવો.
ઉઘરાણીની યાદી તૈયાર કરો
FreshBooks બાકી બિલોની સમીક્ષા કરો અને કયા ગ્રાહકો પાસેથી સૌથી વધુ રકમ લેવાની બાકી છે તે જણાવો. રકમ કેટલા સમયથી બાકી છે અને કેટલી છે તેના આધારે ઉઘરાણીનો ક્રમ નક્કી કરો અને સંબંધિત બિલ નંબરો ઉમેરો.
શું સામેલ છે
ઍપ્લિકેશન
FreshBooks
સંસાધનો
થોડી ક્લિકમાં FreshBooks પ્લગઇન ઉમેરો
ઉપલબ્ધતાનો આધાર પ્લગઇન, તમારા પ્લાન અને વર્કસ્પેસ સેટિંગ્સ પર છે. કેટલાક કનેક્શન માટે એડમિન સેટઅપ અથવા મંજૂરી જરૂરી છે. જો ઍક્સેસ અવરોધિત હોય, તો તમારા વર્કસ્પેસ એડમિનનો સંપર્ક કરો.


