મુખ્ય વિષય-સામગ્રી પર જાવો
OpenAI

વિશે

ડેવિડ કેનેડીએ ટ્રસ્ટેડસેકની સ્થાપના કરી ત્યારે તેમનો ઉદ્દેશ સુરક્ષા ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હતો. આ માટે તેમણે તકનીકી દૃષ્ટિએ સૌથી આગળ હોય એવા સલાહકારો અને માર્ગદર્શકોની ટીમ બનાવવાનું બીડું ઝડપ્યું. અસાધારણ પ્રતિભા ધરાવતા લોકોમાં રોકાણ કરીને ટ્રસ્ટેડસેક ગ્રાહકોની સુરક્ષા મજબૂત કરી શકે છે, માહિતી સુરક્ષા સમુદાયને આગળ વધારી શકે છે અને વધુ સુરક્ષિત વિશ્વનું નિર્માણ કરી શકે છે.

એક દાયકાથી વધુ સમય અને હજારો કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી પણ અમે અમારા ઉદ્દેશને વળગી રહ્યા છીએ: ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ સેવાઓ પૂરી પાડવી, જેથી તેઓ તેમનાં લક્ષ્યો હાંસલ કરી શકે. સાયબર સુરક્ષા પ્રત્યેના અમારા અનોખા અભિગમને કારણે આજે ફોર્ચ્યુન 500 કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને હૅકરો સૌ અમારા પર વિશ્વાસ મૂકે છે.

અમારી નિપુણતા, તકનીકી કુશળતા અને નૈતિક આચરણના બળે, તમારા માટે સૌથી મહત્ત્વનું હોય તેને સુરક્ષિત રાખવામાં અમે તમારી મદદ કરીએ છીએ.

સેવા આવતા દેશો
યુનાઇટેડ સ્ટેટ્સ
ઉદ્યોગ
વિવિધ ઉદ્યોગો
પ્રોગ્રામ ભાગીદારો
પ્રભાત