OpenAI

ChatGPTનો જવાબદારીપૂર્વક ઉપયોગ

AI એક પરિવર્તનકારી નવી ટેક્નોલોજી છે, જે જ્ઞાન આધારિત કામનું સ્વરૂપ બદલી રહી છે. ChatGPTને કાર્યરત રાખતાં વિશાળ ભાષા મોડલ (એલએલએમ)ને જાહેરમાં ઉપલબ્ધ મોટા પ્રમાણમાં લખાણ અને અન્ય ડેટા પર તાલીમ આપવામાં આવે છે, જેથી તે માણસ જેવી ભાષાનું અનુમાન કરી શકે અને તેવું લખાણ તૈયાર કરી શકે. આનાથી તે લખાણનો મુસદ્દો તૈયાર કરવો, સારાંશ બનાવવો, નવા વિચારો શોધવા અને પ્રશ્નોના જવાબ આપવા જેવાં કાર્યોમાં મદદ કરી શકે છે, જેથી લોકો વધુ કાર્યક્ષમ અને સર્જનાત્મક રીતે કામ કરી શકે.

આ ટેક્નોલોજી સતત વિકસી રહી છે ત્યારે AIનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. આ મોડલ ક્યારેક ખોટી માહિતી આપી શકે છે, અથવા તેમનાં તારણોને સાવચેતી વિના અમલમાં મૂકવાથી તેમનો દુરુપયોગ થઈ શકે છે. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI)નો લાભ સમગ્ર માનવજાતને મળે તે સુનિશ્ચિત કરવું એ OpenAIનું ધ્યેય છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે દરેક વ્યક્તિ તેનો સુરક્ષિત અને વિચારપૂર્વક ઉપયોગ કરે તે જરૂરી છે. આ પૃષ્ઠ પરનાં સૂચનો ChatGPTનો ઉપયોગ શરૂ કરનાર કોઈપણ વ્યક્તિને સુરક્ષિત અને અસરકારક ઉપયોગ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં મદદ કરવા માટે છે.

કાર્યસ્થળની નીતિઓ અને OpenAIની નીતિઓનું પાલન કરો. અમારાં સાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અંગે વધુ માર્ગદર્શન માટે OpenAIની ઉપયોગ નીતિઓ⁠ વાંચો. જો તમે કામ પર ChatGPTનો ઉપયોગ કરતા હો, તો તમારી કંપનીના નિયમોને પ્રાથમિકતા આપો. તેથી કામ માટે ChatGPTનો ઉપયોગ કરતાં પહેલાં તમારી સંસ્થાની AI સંબંધિત નીતિઓ તપાસો.

મહત્વપૂર્ણ કામમાં માનવીય દેખરેખ રાખો. ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે)ChatGPT ખોટી માહિતી આપી શકે છે⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા તેની માહિતી જૂની હોઈ શકે છે, કારણ કે તે જે ડેટા પર તાલીમ પામ્યું હોય તેની તરાહોના આધારે જવાબો આપે છે. એ ડેટામાં સૌથી તાજેતરની માહિતી ન હોય અથવા ભૂલો પણ હોઈ શકે છે. મહત્વપૂર્ણ તથ્યોને હંમેશાં વિશ્વસનીય સ્રોતો દ્વારા ફરીથી ચકાસો અને અંગૂઠો નીચે દર્શાવતા બટન વડે ભૂલો નિઃસંકોચ જણાવો. 

પૂર્વગ્રહ અને દૃષ્ટિકોણ પર ધ્યાન આપો. ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે)મોડલ પૂર્વગ્રહથી મુક્ત ન પણ હોય⁠(નવી વિન્ડોમાં ખૂલે છે), તેથી તેમનાં જવાબોની હંમેશાં કાળજીપૂર્વક સમીક્ષા કરો અને જરૂર પડે ત્યારે તારણોનું તર્કસંગત મૂલ્યાંકન કરો. પૂર્વગ્રહ ઘટાડવા માટે અમે સતત સંશોધન કરી રહ્યા છીએ અને તેમાં સુધારો કેવી રીતે કરી શકાય તે અંગે તમારાં સૂચનોને આવકારીએ છીએ.

કાનૂની, તબીબી કે નાણાકીય સલાહની નિષ્ણાત પાસે સમીક્ષા કરાવો. ChatGPT કોઈ પરવાનાપ્રાપ્ત વ્યાવસાયિક નથી. તે સંવાદ કરી શકતું AI છે, જે ડેટામાંની તરાહોના આધારે જવાબો આપે છે અને લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના માર્ગદર્શનનો વિકલ્પ નથી. આથી ChatGPTની સલાહ તમારી પરિસ્થિતિ માટે હંમેશાં યોગ્ય ન પણ હોય. સ્વાસ્થ્ય, કાનૂની કે નાણાકીય બાબતો જેવા મહત્વપૂર્ણ નિર્ણયો પર અમલ કરતાં પહેલાં હંમેશાં લાયકાત ધરાવતા નિષ્ણાતની સલાહ લો અથવા તમારી સંસ્થાની નીતિઓનું પાલન કરો.

ChatGPTનો ઉપયોગ કરો ત્યારે પારદર્શિતા રાખો. જો તમારા નોકરીદાતા કે શાળા તમારા કામમાં AIનો ઉપયોગ કર્યો હોવાનું જણાવવાની અપેક્ષા રાખતા હોય, તો વાતચીતની લિંક્સ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા નોંધો સાચવી રાખો, જેથી અન્ય લોકો જોઈ શકે કે ChatGPTએ કેવી રીતે યોગદાન આપ્યું.

બીજી વ્યક્તિનો અવાજ કે ડેટા શેર કરતાં પહેલાં તેની સંમતિ મેળવો. ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે)રેકોર્ડ મોડ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) (જો તમારા વર્કસ્પેસના સંચાલકે ચાલુ કર્યો હોય) અને તેના જેવી અન્ય સુવિધાઓ વ્યક્તિગત માહિતી એકત્ર કરી શકે છે. ખાતરી કરો કે કોઈપણ રેકોર્ડિંગ માટે બધા સહભાગીઓ સંમત હોય અને આ સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે તમે તમારી સંસ્થાની નીતિઓનું પાલન કરો.

પ્રતિસાદ આપો અને નીતિ સંબંધિત સમસ્યાઓની જાણ કરો. અસુરક્ષિત કે ખોટા જવાબો વિશે જણાવવા અંગૂઠો નીચે દર્શાવતા બટનનો અથવા જાણ કરવાની પ્રક્રિયાનો ઉપયોગ કરો. તમારો પ્રતિસાદ દરેક માટે સુરક્ષા સુધારવામાં મદદ કરે છે⁠(નવી વિન્ડોમાં ખૂલે છે).

અદ્યતન જવાબો માટે શોધ અથવા ડીપ રિસર્ચનો ઉપયોગ કરો. જ્યારે તાજેતરની માહિતી જરૂરી હોય, ત્યારે શોધ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા ડીપ રિસર્ચ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) ચાલુ કરો, જેથી ChatGPT વર્તમાન સ્રોતોમાંથી માહિતી મેળવી શકે. જવાબો પર આધાર રાખતાં પહેલાં સંદર્ભો તપાસો, લિંક્સ ખોલો અને વિગતોની ખરાઈ કરો.

OpenAI અકાદમી સાથે શીખવાનું ચાલુ રાખો

વ્યવહારુ AI કૌશલ્યો બનાવવામાં તમારી મદદ કરવા માટે વધારાના માર્ગદર્શિકાઓ અને સંસાધનો શોધો.